Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પ્રતિબંધિત નાર્કોટિકસ દવાઓનું ઉત્‍પાદન કરી અમરિકામાં ઘુસાડતા ૨૧ દેશોમાં ભારતનો સમાવેશઃ અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ બોર્ડર ઉપરનો બંદોબસ્‍ત વધુ કડક કર્યો

વોશીંગ્‍ટનઃ ગેરકાયદે તથા પ્રતિબંધિત ગણાતી નાર્કોટિકસ દવાઓનું ઉત્‍પાદન કરતા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તેવું અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ જણાવ્‍યું છે.

આ દેશોમાં અફઘાનિસ્‍તાન, પાકિસ્‍તાન, મ્‍યાનમાર તથા ભારત સહિતના ૨૧ દેશોની યાદી શામેલ કરાઇ છે. તેમણે અમેરિકામાં પ્રતિબંધિત ડ્રગ્‍સના વેચાણ તથા ઉપયોગ સામે કડક પગલા ભરવાની હિમાયત કરી છે. તથા આ દવાઓની બોર્ડર ઉપરથી કરાતી ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા વધુ મજબૂત કરાશે તેમ જણાવ્‍યું છે.

(10:12 pm IST)