Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

યુ.એસ.સેનેટ સીટ માટે ન્યૂજર્સીમાં યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી રિક મહેતા વિજયી : આખરી ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર તરીકે વર્તમાન સેનેટર કોરી બ્રુકરને ટક્કર આપશે.

ન્યુજર્સી : આખરે એક મહિના જેટલા સમય સુધી મતગણતરી અને ફેરગણત્રી બાદ ન્યુજર્સીની રિપબ્લિકન પાર્ટીની યુ.એસ.સેનેટ માટેની પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી રિક મહેતા વિજયી થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.તેઓ નવેમ્બર માસમાં યોજાનારી આખરી ચૂંટણીમાં વર્તમાન સેનેટર કોરી બ્રુકરને ટક્કર આપશે.
પ્રાઈમરી ચૂંટણીમાં તેઓએ 38 ટકા મતો મેળવી તેમના નજીકના પ્રતિસ્પર્ધી ઇન્ડિયન અમેરિકન હર્ષ સિંઘને 8,684 મતોથી હરાવ્યા છે.શ્રી સિંઘને 36 ટકા મતો મળ્યા હતા.
શ્રી મહેતાએ જણાવ્યું હતું કે તેઓ વર્તમાન સમયની સળગતી સમસ્યા કોવિદ-19 ઉપર ફોકસ કરવા માંગે છે.તથા સ્મોલ બિઝનેસને પ્રોત્સાહન આપી ન્યુજર્સીનો વધુ વિકાસ કરવાની નેમ ધરાવે છે.
શ્રી મહેતા યુ.એસ.ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

(7:06 pm IST)