Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

યુ.એસ.માં પિતાની હત્યા કરવાના આરોપસર ભારતીય મૂળના ૩૧ વર્ષીય યુવાનની ધરપકડઃ શિજોફ્રેનિયા નામક બિમારી ધરાવતો આ યુવાન હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયનો ગ્રેજયુએલ હોવાનું ખૂલ્યું.

ફિલડેલફિઆઃ યુ.એસ.માં પિતાની હત્યા કરવાના આરોપસર ભારતીય મૂળના ૩૧ વર્ષીય યુવાન સોહન પંજરોલિયાની ધરપકડ થઇ છે.

ફિલાડેલફીઆમાં વસતા આ યુવાને તેના ૬૦ વર્ષીય પિતા મહેન્દ્ર પંજરોલિયાની હત્યા કર્યાનો આરોપ છે. તેને શિજોફ્રેનિયા નામક બિમારી હોવાનું જાણવા મળ્યું છે.  તે હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયનો ગ્રેજયુએટ છે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:18 pm IST)