Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

યુ.કે.માં વસતા ભારતીયોની આવક બ્રિટીશરો કરતાં પણ વધુ ઃ વિદેશોમાંથી આવી વસેલા નાગરિકો પૈકી સૌથી વધુ આવક મેળવતા લોકોમાં ચીન પ્રથમ તથા ભારત બીજા ક્રમેઃ યુ.કે.ના ઓફિસ ફોર નેશનલ સ્ટેટટિકસ (ONS) નો ર૦૧૮ ની સાલનો સર્વે

લંડનઃ યુ.કે.માં વસતા ભારતીયો આર્થિક વળતર મેળવવામાં આગળ હોવાનું જાણવા મળે છે. ર૦૧૮ ની સાલના ' ઓફિસ ફોર નેશનલ સ્ટેટેટિકસ (ONS)  ના આંકડાઓ મુજબ વિદેશથી બ્રિટનમાં આવી વસેલા જુદા જુદા દેશોના જુદા જુદા વર્ણના લોકોને મળતુ આર્થીક વળતર બ્રિટીશરો કરતા ૩.૮ ટકા ઓછું છે. પરંતુ ભારત અને ચીનથી આવેલા લોકો બ્રિટીશરો કરતા પણ વધુ વળતર મેળવતા જોવા મળ્યા છે.

પાકિસ્તાન તથા બાંગ્લાદેશના વતનીઓને અન્ય વિદેશી કોમ્યુનીટીની સરખામણીમાં સૌથી ઓછું વળતર મળે છે.

ચીનથી આવેલા નાગરિકો સૌી વધુ આર્થિક વળતર મેળવી રહ્યા છે. જેઓ ૧ કલાકના ૧પ.૭પ પાઉન્ડની આવક ધરાવે છે. ભારતીયો ૧ કલાકના ૧૩.૪૭ પાઉન્ડની આવક સાથે બીજા ક્રમે છે.

(10:14 pm IST)