Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે. જતા ભારતના સ્ટુડન્ટસની સંખ્યામાં પ ટકાનો વધારો: યુ.કે.ની યુનિવર્સિટીસ એનડ કોલેજીસ એડમિશન સર્વિસ (UCAS) નો અહેવાલ

લંડન :  ઉઁચ્ચ અભ્યાસ માટે યુ.કે.ની યુનિવર્સિટીઓમાં જતા ભારતના સ્ટુડન્ટસની સંખ્યામાં વધારો નોંધાયો હોવાનું યુ.કે.ની યુનિવર્સિટીસ એન્ડ કોલેજીસ એડમીશન સર્વિસ ( UCAS)  ના અહેવાલમાં જણાવાયું છે. જે મુજબ આ વર્ષે ૩૦ જુન ર૦૧૯ સુધીની છેલ્લી તારીખ સુધીમાં ભારતના ૬ર૧૦ સ્ટુડન્ટસએ ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટે  અરજી કરી છે. જે ગયા વર્ષે પ૮૯૦ હતી, જેની સરખામણીમાં આ વર્ષે પાંચ ટકાનો વધારો નોંધાયો છે .

ચીનથી ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે. આવતા સ્ટુડન્ટસની સંખ્યામાં જબરો વધારો નોંધાયો છે જે મુજબ ગયા વર્ષના ૧પર૪૦ સ્ટુડન્ટસની સરખામણીમાં આ વર્ષે ર૦૧૯ ની સાલમાં ૧૯૭૬૦ સ્ટુડન્ટસએ અરજી કરી છે. જે ગયા વર્ષ કરતા ૩૦ ટકા જેટલો વધારો દર્શાવે છે.

તમામ દેશોના મળી કુલ ૬ લાખ ૩૮ હજાર ૩૦  સ્ટુડન્ટસએ યુ.કે.ની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે અરજી કરી છે જે ગયા વર્ષ કરતા ૧ હજાર વધુ છે.

(10:13 pm IST)