Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

AAPIના 2019-20ની સાલના પ્રેસિડન્ટ તરીકે ડો.સુરેશ રેડ્ડીએ હોદો સંભાળ્યોઃ યુ.એસ.ના એટલાન્ટા મુકામે મળેલા વાર્ષિક અધિવેશનમાં નવનિયુકત પ્રેસિડન્ટ સહિતની ટીમની ઘોષણાં

એટલાન્ટાઃ તાજેતરમાં અમેરિકાના એટલાન્ટામાં મળેલા ''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)ના ૩૭મા વાર્ષિક અધિવેશનમાં નવનિયુકત પ્રેસિડન્ટ તરીકે ડો.સુરેશ રેડ્ડીએ ચાર્જ સંભાળ્યો હતો.

૬ જુલાઇ ૨૦૧૯ના રોજ તેમણે ડો.નરેશ પરીખના સ્થાને ૨૦૧૯-૨૦ની સાલના ૩૬મા પ્રેસિડન્ટ તરીકે જવાબદારી સંભાળી હતી. તથા AAPIનું કાર્યક્ષેત્ર વધુ વિશાળ બનાવવાનો કોલ આપ્યો હતો.

અધિવેશનમાં ૨ હજાર ઉપરાંત પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

નવનિયુકત પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડીની ટીમમાં બોર્ડ ઓફ ટ્રસ્ટીસ ચેર તરીકે ડો.સીમા અરોરા, પ્રેસિડન્ટ ઇલેકટેડ તરીકે ડો.સુધાકર જોન્નાલગડ્ડા, વાઇસ પ્રેસિડન્ટ તરીકે ડો.અનુપમા ગોટીમુકુલા, સેક્રેટરી તરીકે ડો.વિજય કોલ્લી, ટ્રેઝરર તરીકે ડો.રાજ ભાયાણી, યંગ ફીઝીશીઅન્શ સેકશન પ્રેસિડન્ટ તરીકે ડો.સ્ટેલ્લા ગાંધી, તેમજ મેડીકલ સ્ટુડન્ટસ રેસિડન્ટ સેકશન પ્રેસિડન્ટ તરીકે ડો.અનુભવ જૈનનો સમાવેશ થાય છે.

(8:41 pm IST)