Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

યુ.એસ.માં ઇન્ડો.અમેરિકન સિનીયર સિટીઝન એશોશિએશન હડસન કાઉન્ટી,જર્સી સીટીની ચૂંટણી યોજાઇઃ ૧૧૦૦ સભ્યો ધરાવતા એશોશિએશનનું સંચાલન કરવા ૧૧ સભ્યોની પેનલ ચૂંટાઇ આવી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ તા.૬ જુલાઇ ૨૦૧૯ના શનિવારે ઇન્ડો અમેરિકન સીનીયર એસોસીએશન ઓફ હડસન કાઉન્ટીની થયેલ ચુંટણીમાં ૧૧ સભ્યોની નીચે મુજબની પેનલનો જ્વલંત વિજય થયેલ. સંસ્થામાં આશરે ૧૧૦૦ થી વધુ સભ્યો હોવા છતા સંચાલન ઘણા વખતથી યોગ્યના હોવાથી પ્રતિષ્ઠાને નુકસાન થયેલ ત્યારે સંસ્થાના શાણા સભ્યોએ પેનલમાં વિસ્તાસ મૂકી નીશ્કીયતાનો અંત લાવેલ તે બદલ સભ્યોનો આભાર ચુંટણીનુ સફળ અને નિષ્પક્ષ સંચાલન કરનાર કન્વીનર શ્રી અભય શુકલા, શ્રી જયંતીભાઇ દેસાઇ સાથે શ્રી નિરંજભાઇ ગાંધી અને સહયોગ આપનાર શ્રી ડો.મહેન્દ્ર શાહ. શ્રી કાન્તીભાઇ પટેલ શ્રી નાગજીભાઇ ખુટ, શ્રી કનુભાઇ પટેલ, શ્રી બાલુભાઇ સાવલીયા સાથે શ્રી હરીશ નાયકે જે કામ કરેલ તે ખુબજ સરાહનીય છે. શ્રી ચંદ્રકાન્તભાઇ ભટ્ટે જે યોગદાન આપેલ તે પણ સરાહનીય છે ત્યારબાદ તા.૯ જુલાઇના રોજ નીચે મુજબના હોદ્દેદારની વરણી થયેલ જે નામ નીચે મુજબ છે અમે ચુટાયેલ સૌ સભ્યો સભ્યોના સહકારથી સંસ્થાને લાગેલ કલંકને ભુસવાનો બંધારણીય રીતે અવિરત પ્રયાસ કરીશું તેની અમે ખાતરી આપીએ છે શ્રી મહેન્દ્રભાઇ શાહને (ઓડીટર) ઇન્ટરનલ ઓડીટર તરીકે નિમણુક કરેલ છે.

તેવું શ્રી મહેન્દ્ર શાહની યાદી જણાવે છે.

(7:08 pm IST)
  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST

  • હવે કર્ણાટક ભાજપમાં પણ કકળાટ : કર્ણાટકમાં રાજકીય સંકટના પગલે કોંગ્રેસમાં કકળાટ સર્જાયાના પગલે હવે ભાજપમાં પણ ધમાસાણ મચ્યું છે. જેડીએસ બળવાખોરને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો સર્જાયો છે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદબહાર આવી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યાનું પણ કહેવાય છે. access_time 1:14 pm IST