Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

પાકિસ્તાનમાં થતા હિન્દૂ યુવતીઓના અપહરણ અટકાવો : ફરજીયાત ધર્માન્તર કરાવી થતાં લગ્નો વિરુધ્ધ કેનેડા સ્થિત હિન્દુઓનો આક્રોશ

ઓટાવા : પાકિસ્તાનમાં થતા હિન્દૂ યુવતીઓના અપહરણ તથા  ફરજીયાત ધર્માન્તર કરાવી કરાતા લગ્નો વિરુધ્ધ કેનેડામાં વસતા પાકિસ્તાનના સિંધ પ્રાંતના  હિન્દુઓએ આક્રોશ વ્યક્ત કરતા દેખાવો શરૂ કર્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

કેનેડામાં આ બાબતે યોજાયેલા દેખાવો અંતર્ગત ઇમરાન ખાનની સરકાર દેશમાં અલ્પસંખ્યક છોકરીઓનું બળજબરીપૂર્વક થતું ધર્મ પરિવર્તન અટકાવે તેમજ  અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે હોળીના દિવસે પાકિસ્તાનના સિંધ પ્રાતમાં બે બાળકીઓનુ અપહરણ કરી લેવામાં આવ્યું હતું.બાદમાં જ્યારે તે મળી તો તેમનું ધર્મ પરિવર્તન થઇ ચૂક્યું હતું. ભારતે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયને એક ઓફિશ્યલ નોટ લખીને આ ઘટના પર ચિંતા જતાવી હતી.

(8:22 pm IST)
  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • પીએસીનું અધ્યક્ષપદ સંભાળશે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી : કોંગ્રેસ લોકસભા પક્ષના નેતા અધિર રંજન ચૌધરી પબ્લિક એકાઉન્ટ કમીટીનું અધ્યક્ષપદ સંભાળી શકે છે access_time 1:13 pm IST

  • ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી access_time 9:11 pm IST