Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

''ગજાનન રાખો લાજ હમારી'': અમેરિકામાં સનાતન ધર્મ હિન્દુ મંદિર, કેલિફોર્નિયા મુકામે ''શ્રીમદ ભાગવત કથા સપ્તાહ'' યોજાઇઃ વ્યાસાસને બિરાજમાન આચાર્યશ્રી મૃદુલ કિશ્ના ગોસ્વામીજએ ભજનો સાથે કથાના સંવાદો વણી લઇ રસપાન કરાવ્યું: ૨૩ થી ૨૯ જુન ૨૦૧૯ દરમિયાન બાંકે બિહારી સેવા મંડલ આયોજીત કથા સપ્તાહનો ૨૦૦ ઉપરાંત ભાવિકોએ લાભ લીધો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સનાતન ધર્મ મંદિર, નોર્વાક, કેલિફોર્નિયા મુકામે તાજેતરમાં ૨૩ જુનથી ૨૯ જુન ૨૦૧૯ દરમિયાન શ્રીમદ ભાગવત તથા સપ્તાહનું આયોજન કરાયું હતું.

પ.પૂ.આચાર્યશ્રી મૃદુલ ક્રિશ્ના ગોસ્વામીજના વ્યાસાસને યોજાઇ ગયેલી આ ભાગવત કથા સપ્તાહ દરમિયાન શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. તથા શ્રી બાંકે બિહારી સેવા મંડલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરાવાયો હતો. શ્રી દીપક હીરાએ પ્રાસ્તાવિક ઉદબોધન કરી જણાવ્યું હતું કે ભાગવત કથા દર વર્ષે અહિંયા યોજાય છે. જેનું આ સતત ૨૩મું વર્ષ છે.

પૂજય ગોસ્વામીજીએ કથા દરમિયાન ''ગજાનન રાખો લાજ હમારી'' જય ગણેશ-જય ગણેશ, બાંકે બિહારી તેરી આરતી ગાઉ સહિત વિવિધ લોકપ્રિય ભજનો ગવડાવી ભાવિકોને રસ તરબોય કર્યા હતા તથા અર્જુન અને શ્રીકૃષ્ણ સંવોદાનું મહાત્મ્ય સમજાવ્યુ હતું. ગોવર્ધન પૂજા,રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, સહિત વિવિધ અધ્યાપોના પાઠ કર્યા હતા.

બાંકે બિહારી પરિવાર  આયોજીત આ ભાગવત કથાનો ૨૦૦ ઉપરાંત ભાવિકોએ લાભ લીધો હતો. શ્રી અનિલ કંબોજ, શ્રી રાજ શર્મા, તથા શ્રી ગુલશન શર્માએ કથા સ્પોન્સર કરી હતી.

(8:14 pm IST)
  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST

  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • આસામના ૧૭ જીલ્લામાં પુરપ્રકોપઃ૪ લાખ લોકો માઠી અવસ્થામાં : પૂર્વોતર રાજય આસામમાં ર૩ જીલ્લા પૈકી ૧૭માં પુરઃ ૪.ર૩ લાખ લોકોને માઠી અસરઃ આ લોકો સામે પાણી-ભોજનનું સંકટઃ ભારે વરસાદ-પુરથી ૩ ના મોતઃ ૧૧ જીલ્લાઓમાં પુરઃ ઠેરઠેર રાહત-શિબીરો ઉભી કરાઇ access_time 3:59 pm IST