Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

સ્કોટલેન્ડ યાર્ડ વિરુધ્ધ ભારતીય મૂળની મહિલા પોલીસ અધિકારીએ દાવો દાખલ કર્યો : પોતાના વર્ણ અને જાતિને ધ્યાનમાં રાખીને પ્રમોશનથી વંચિત રખાતી હોવાની રાવ

લંડન : સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર ભારતીય મૂળની મહિલા પોલીસ અધિકારીએ વંશીય તથા જાતીય ભેદભાવ દાખવવા બદલ દાવો દાખલ કર્યો છે.પરમ સંધુ નામક આ મહિલાએ પોતાને મળવા પાત્ર પ્રમોશનમાં તેની જાતિ  અને વર્ણને બાધારૂપ ગણી લાભથી વંચિત કરાતી હોવાની રાવ કરી છે.

ઉલ્લેખનીય છે કે સ્કોટલેન્ડ યાર્ડ દેશનું સૌથી મોટું પોલીસ ડિપાર્ટમેન્ટ ગણાય છે.જેના વિરુધ્ધ દાખલ કરાયેલો દાવો આવતા સપ્તાહમાં હાથ ધરાશે તેવી શક્યતા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(11:28 am IST)