News of Friday, 6th July 2018

અમેરિકાના વિસ્કોસિનમાં ૧૫ ઓગ.નો દિવસ ''ઇન્ડિયા ડે'' તરીકે ઉજવાશે : ગવર્નરની ઘોષણાં

વિસ્કોસિન : અમેરિકાના વિસ્કોસિન ગવર્નર સ્કોટ વોકરએ ૧૫ ઓગ.નો દિવસ ''ઇન્ડિયા ડે'' તરીકે ઘોષિત કર્યો. જે ઇન્ડિયાફેસ્ટ તથા નોનપ્રોફિટ સ્પાઇન્ડલ ઇન્ડિયાના પ્રયત્નોને ધ્યાને લઇ કરાયો છે.

ઇન્ડિયાફેસ્ટ મિલવૌકીની છેલ્લા પાંચ વર્ષની શિક્ષણ તથા સહકાર ક્ષેત્રની કામગીરીથી રીજીયનમાં ભાષા, સંસ્કૃતિ, ધર્મ સહિતના ક્ષેત્રોમાં કોમ્યુનીટી વચ્ચે સંવાદિતા વધી છે. તેવું ગવર્નરે જણાવ્યું હતું. તેમજ તેના દ્વારા તમામ ક્ષેત્રે વિવિધતામાં એકતાનું ઉદાહરણ પુરૂ પડાયુ છે તેમ ઉમેર્યુ હતું. તેજ પ્રમાણે સ્પાઇન્ડલ ઇન્ડિયાના ફાઉન્ડર તથા ચેરવુમન સુશ્રી પૂર્ણિમા નાથએ ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવાનો હેતુ હોવાનું જણાવ્યું હતું. મિલવૌકી મેયર ટોમ બેરેટએ પણ ઇન્ડિયાફેસ્ટ મિલવૌકીની કામગીરી બિરદાવી હતી. ભારતના કોન્સ્યુલેટ જનરલ ડો.આસિફ સૈયદએ પણ ભારતીયોની  એકતા તથા સમજની પ્રશંસા કરી હતી.

(12:38 pm IST)
  • રાત્રે ૮-૪૦ : જામનગર – ભાવનગર – રાજકોટ – સોમનાથ – જુનાગઢ જીલ્‍લાના અનેક વિસ્‍તારોમાં ર થી ૧૦ ઇંચ વરસાદના અહેવાલો મળે છે. access_time 8:46 pm IST

  • નવસારી: ભારે વરસાદના કારણે નવસારી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ખારેલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો : અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત access_time 8:02 pm IST

  • ગુજરાતમાં વરસાદી તાંડવ થયુ : ૮ ગામમાં વિજળી ગૂલ : ૧૯૭ હાઈવે બંધ access_time 6:34 pm IST