Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમેરિકામાં ભારતીય મૂળના ખલીલ અહમદનું નાગરિકત્વ રદ થવાની શક્યતા: આતંકવાદના આરોપસર જેલસજા ભોગવી બહાર આવેલા ખલીલને દેશ નિકાલ કરવા ઈલિનોઈસ કોર્ટમાં દાવો દાખલ

ઈલિનોઈસ: પોતાનો ગુનાહિત રેકોર્ડ છુપાવી 2004 ની સાલમાં અમેરિકાનું નાગરિકત્વ મેળવી લેનાર ભારતીય મૂળના 37 વર્ષીય ખલીલ અહમદની નાગરિકતા રદ કરવા ઈલિનોઈસ કોર્ટમાં કાર્યવાહક એસોસિએટ એટર્ની જનરલએ દાવો દાખલ કર્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

    2009 ની સાલમાં આતંકવાદીઓને શસ્ત્ર સરંજામ પુરા પાડવાના આરોપસર ખલીલને 2010 ની સલમા 8 વર્ષ 4 માસની જેલસજા થઇ હતી.જે પુરી થયે 3 વર્ષ માટે તેને નજરકેદમાં રાખવાનો હતો.આ દરમિયાન તેનું નાગરિકત્વ રદ કરી દેશનિકાલ કરવા દાવો દાખલ થતા તેણે ઉચાળા ભરવા પડશે તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે.

(12:30 pm IST)