Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

એટલાન્ટિક સીટીમાં ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારનાર શ્રી છિતુભાઇ પટેલની ચિરવિદાયઃ ઇન્ડો અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાની શ્રધ્ધાંજલી

એટલાન્ટિક સીટીઃ એટલાન્ટિક સીટીમાં ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારનાર શ્રી છિતુભાઇ પટેલની ચિરવિદાયઃ ઇન્ડો અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાની શ્રધ્ધાંજલી એટલાન્ટિક સીટીની ભારતીય સાસ્કૃતિક પ્રવૃતિઓના સર્જક છિતુભાઇ પટેલ કે જેમનો જન્મ ૩ માર્ચ, ૧૯૪૦માં આનંદપુરા તા.સંખેડા ગામે થયો હતો અને શિક્ષણ પ્રવૃતિ સાથે સંકળાયેલા હતા તેઓ પોતાનું માદરે વતન છોડી તકોના દેશ અમેરિકા આવી બાળકોને વસાવી અહિંયા સ્થાયી થયા હતા. પરંતુ સામાજીક અને સેવાભાવી પ્રવૃતિ સાથે સંકળાયેલા જીવને પરદેશની ભુમી પર પોતાના દેશની સાંસ્કૃતિક તેમજ ધાર્મિક અને રાષ્ટ્રિય પ્રવૃતિઓની ઉણપ લાગતાં ભારતિય રાષ્ટ્રભાવના જાગતાં એટલાન્ટિક સીટીમાં પંદરમી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસની નિમિતે ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત કર્યા પછી નિયમિત દર વર્ષે બોર્ડ વોક પર પંદર ઓગષ્ટના રોજ ભવ્ય પરેડનું આયોજન કરતા હતા અને નવરાત્રીના ગરબા પણ તેમને શરૂ કરાવ્યા હતા. સિનીઅર્સ સંસ્થાની મિટીંગ દર વખતે પોમોના મંદિરમાં મળતી હતી તેથી સીટીમાં જ જગ્યા શોધી નિયમિત મિટીંગ સીટીમાં જ  મળે તેવી વ્યવસ્થા કરી હતી તે ઉપરાંત કેસિનોના કર્મચારીઓ માટે લડત પણ ઉપાડતાં સૌને શારો એવો લાભ મળતો રહ્યો છે.

પરંતુ ઇશ્વરની મરજી જુદી જ હોય છે જેમ સૌને પ્યારૃં એ ઇશ્વરને પણ પ્યારૃં હોય છે તેમ ૨૯ માર્ચ ૧૮ ના રોજ સિનીઅર્સ માટે એડિશનની આજુબાજુના મંદિરોના દર્શાનર્થે બસમાં નિકળતાં મોનાહિંદુ ટેમ્પલ નજદિક હાર્ટ એટેકનો જીવલેણ હુમલો આવતાં ડોકટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરતાં સૌ શોકતુર બની દુઃખની લાગણી અનુભવતાં એટલાન્ટિક સીટીએ અને ગુજરાતી સમાજ એક સેવાભાવી કર્મશાલીને ગુમાવ્યાની લાગણી અનુભવી રહ્યા હતા.

તેમનું બેસણુ પ્રાથના સભા જુન ૩/૨૦૧૮ ને રવિવારના રોજ સાંજના ૬ થી ૮ દરમિયાન પોમોના જૈન ટેમ્પલ, ૫૭૧ એસ.પોમોના રોડ, એગ હારબરસીટી, એન.જે.મુકામે રાખવામાં આવેલ છે. વધુ માહિતી માટે દિપક પટેલ ફોન નં.૬૦૯/૪૪૨/૯૦૪૮ સંપર્ક સાધી શકાશે.

પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી ફેડરેશન ઓફઇન્ડો અમેરિકન સિનિઅર્સ એસોશીએશન ઓફ નોર્થ અમેરિકા (ફિસાના) તથા સંલગ્ન સૌ સિનીઅર્સ એસોશિએશન પ્રાર્થના કરે છે.

તેવી માહિતી શ્રી ગોવિંદ શાહ (વર્ષો જુના પરમ મિત્ર) દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)