Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

" કોવિદ -19 રિકવરી કમિટી " : વોશિંગટન સ્ટેટમાં કોરોના રિકવરી માટેની કમિટીમાં ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી માનકા ધીંગરાને સ્થાન

વોશિંગટન : વોશિંગટન સેનેટમાં રચાયેલી  " કોવિદ -19 રિકવરી કમિટી " માં  ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી માનકા  ધીંગરાને સ્થાન અપાયું છે.
તેઓ સેનેટમાં બહુમતી ધરાવતી પાર્ટીના ડેપ્યુટી લીડર છે.જેઓ કોરોના વાઇરસથી સ્ટેટને થયેલા આર્થિક નુકશાનનો સર્વે કરશે તથા તે માટેના ઉપાયો સુચવશે.
કમિટીની સૌપ્રથમ મિટિંગ જૂન માસમાં મળશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:34 pm IST)