Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

યુ.એસ.ની રૂટગર્સ યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા ભારતીય સ્‍ટુડન્‍ટ આકાશ તનેજાનો મૃતદેહ મળી આવ્‍યોઃ ૪મે ૨૦૧૮ના રોજ મૃતક હાલતમાં મળી આવેલા આકાશની હત્‍યા થઇ હોવાનું અનુમાન

ન્‍યુયોર્કઃ યુ.એસ.ના ન્‍યુયોર્કમાં આવેલા પિસ્‍કાટાવે ખાતેની રૂટગર્સ યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા ભારતના વિદ્યાર્થી આકાશ તનેજાનો મૃતદેહ ૪મે ૨૦૧૮ના રોજ કેમ્‍પસમાંથી મળી આવતા ચાલુ થયેલી તપાસમાં હત્‍યા થઇ હોવાનું બહાર આવ્‍યું છે. પરંતુ તેનું કારણ હજુ સુધી જાણવા મળી શકયુ નથી. મૃતકના પોસ્‍ટ મોર્ટમનો રિપોર્ટ હજુ સુધી જાહેર કરાયો નથી.

મુંબઇના રહેવાસી આકાશના મૃત્‍યુના સમાચાર જાણી તેના પરિવારજનો અમેરિકા આવી પહોંચ્‍યા હતા. તથા ૬મે ૨૦૧૮ના રોજ અંતિમક્રિયા કરાઇ હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:14 am IST)