Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

યુ.એસ.ના ફલોરિડા સ્થિત ઇન્ડિયન અમેરિકન ડો.નવલ પરિખના નિવાસ સ્થાનમાંથી ૧૮ વર્ષીય મોડેલ યુવતિનો મૃતદેહ મળી આવતા ખળભળાટઃ આગલી રાત્રે ડ્રગ, આલ્કોહોલ, ગાંજો વગેરે માદક પદાર્થોનું સેવન કરી પરસ્પર સંમતિથી સેકસ માણ્યુ હતું

ફલોરિડાઃ યુ.એસ.માં ફલોરિડા સ્થિત ઇન્ડિયન અમેરિકન ૪૧ વર્ષીય ડોકટર નવલ પરિખના નિવાસ સ્થાનમાંથી એક ૧૮ વર્ષીય રશિયન મોડેલ યુવતિ  ઓલિયા લેન્જીલનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ડો.પરિખ તથા મૃતક યુવતિ ઓલિયાએ આગલી રાત્રે ડ્રગ,આલ્કોહોલ, ગાંજો વગેરે માદક પદાર્થોનું સેવન કર્યુ હતું.

બાદમાં બંનેએ પરસ્પર સંમતિથી સેકસ માણ્યું હતું. પરંતુ સવારે ૯ વાગ્યે યુવતિ મૃતક હાલતમાં મળી આવતા ડોકટરે ૯૧૧ ઉપર ફોન કરી મદદ માંગી હતી. જે અંતર્ગત યુવતિના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાતા કેફી પદાર્થોનું વધારે પડતું સેવન કરાયાનું જણાયું હતું. તેથી ડોકટર ઉપર કોઇ કાયદેસર કાર્યવાહી કરવામાં નહી આવતા મૃતક યુવતિના સંબંધીઓએ વિરોધ વ્યકત કર્યો છે.

સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:44 pm IST)