Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

યુ.એસ.માં સુગરલેન્ડ ટેકસાસના કાઉન્સીલ મેમ્બર તરીકે બિનહરીફ ચૂંટાઇ આવતા ઇન્ડિયન અમેરિકન શ્રી હિમેશ ગાંધી : સતત ૩ ટર્મથી ચૂંટાઇ આવતા શ્રી ગાંધીએ ચોથી અને આખરી ટર્મમાં પણ સ્થાન જાળવી રાખ્યુ

ટેકસાસ : યુ.એસ.ના સુગરલેન્ડ, ટેકસાસના કાઉન્સીલ મેમ્બર તરીકે સતત ૩ ટર્મથી ચૂંટાઇ આવતા ઇન્ડિયન અમેરિકન શ્રી હિમેશ ગાંધી  તેમની ચોથી અને આખરી ટર્મમાં પણ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. પ મે ના રોજ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં તેમણે ૧૦૦ ટકા એટલે કે પુરેપુરા ૪૩પ૩ મત મેળવતા તેઓ ઔપચારિક રીતે ચૂંટાઇ આવેલા ગણી શકાય.

ર૦૧રની સાલથી ચૂંટાઇ આવતા શ્રી હિમેશ ૩પ વર્ષની વયે સૌપ્રથમવાર કાઉન્સીલમેન તરીકે ચૂંટાઇ આવ્યા ત્યારે સુગરલેન્ડના સૌથી નાની વયના કાઉન્સીલ મેમ્બર તરીકેનો વિક્રમ સર્જાયો હતો. તેમણે હ્યુસ્ટન બિઝનેસ જર્નલમાં ફોર્ટી અન્ડર ફોર્ટીમાં પણ સ્થાન મેળવેલું છે. સુગરલેન્ડના પ્રજાજનોએ તેમના ઉપર મુકેલા વિશ્વાસ બદલ તેમણે સહુનો આભાર માન્યો છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(7:43 pm IST)