Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

જુના જમાનાની મશહૂર અભિનેત્રી શબાના આઝમીની WPSP એમ્‍બેસેડર તરીકે નિમણુંકઃ અમેરિકાના અગ્રણી મહિલા હિલેરી કિલન્‍ટન સ્‍થાપિત WPSP પ્રોજેકટ દ્વારા મહિલાઓને દરેક ક્ષેત્રે સમાન તકો અપાવવા કામગીરી બજાવશે

મુંબઇઃ જુના જમાનાની મશહૂર ફિલ્‍મ અભિનેત્રી શબાના આઝમીને હિલેરી કિલન્‍ટન સ્‍થાપિત વીમેન ઇન પબ્‍લીક સર્વિસ પ્રોજેકટ (WPSP)ના ગ્‍લોબલ લીડરશીપ એમ્‍બેસેડર તરીકે નિમણુંક અપાઇ છે.

મહિલાઓને સરકારી તેમજ જાહેરગ ક્ષેત્રોમાં સમાન તકો મળે તે માટે અમેરિકાના અગ્રણી મહિલા હિલેરી કિલન્‍ટીએ WPSPની સ્‍થાપના કરી છે. જેના એમ્‍બેસેડર તરીકે સુશ્રી શબાના આઝમીને નિમવામાં આવ્‍યા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:13 am IST)