Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

શિકાગોમાં ૧પ મી ડીસ્ટ્રીકટ કુકકાઉન્ટી બોર્ડની કમીશનરના પદ માટે થયેલ ચુંટણીમાં ડેમોક્રટીક પાર્ટીના સબળ ઉમેદવાર રવિ રાજુની ફકત ૧૦ જેટલા નજીવા મતે હારનો સામનો કરવો પડ્યો :તેમના હરીફ કેવીન મોરીસન વિજેતા જાહેર થયા :આગામી નવેમ્બર માસમાં યોજાનાર ચૂંટણીમાં મોરીસન અને તેમના હરીફ ટીમ સ્નાઇડર વચ્ચે ખરાખરીનો ચૂૂટણી જંગ જામશે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) :ગયા માર્ચ માસની ર૦મી તારીખના રોજ ૧પ મી ડીસ્ટ્રીકટ કૂક કાઉન્ટી બોર્ડ કમીશનરની જગ્યા માટે ભારતીય સમાજના અગ્રણી રવિ રાજુ અને કેવીન મોરીસન બન્ને ડેમોક્રેૃટીક પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાતાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર રવિ રાજુનો ફકત ૧૦ મતનો નજીવા તફાવતથી તેઓ પરાજીત થયા હતા. જયારે તેમના હરીફ કેવીન મોરીસને વિજયની વરમાળા પહેરી હતી.

એક તબક્કે મતગણતરી દરમિયાન રવિ રાજુ ૩૩ મતે આગળ હતા પરંતુ ટપાલ દ્વારા આવેલા મતોની ગણતરી કરતાં તેમના હરીફ કેતન મોરીસન ૧૦ મત આગળ વધી ગયા હતા અને તેથી ચૂંટણી અધીકારીઓએ તેમને વિજેતા જાહેર કર્યા હતા. આ પરિણામને કોર્ટમાં પડકારવાનો નિર્ણય ઉમેદવાર રવિ રાજુના ટેકદારોએ જાહેર કર્યો હતો પરંતુ ડેમોક્રેટીક પાર્ટીમાં આવી પ્રક્રિયાથી ભાગલા પડવાની શકયતા સર્જાશે એવું લતાના આ વિચાર પડતો મુકવામાં આવ્યો હતો અને હવે રીપબ્લીકન પાર્ટીમાં ઉમેદવાર  ટીમ સ્નાઇડર તેમજ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર કેવીન મોરીસન વચ્ચે આગામી નવેમ્બર માસ દરમિયાન ખરાખરીનો જંગ મંડાશે.

રવિ રાજુએ જણાવ્યું હતું કે રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર ટીમ સ્નાઇડરને જો હરાવવા ઇચ્છતા હોઇએ તો આપણી પાર્ટીમાં વિભાજન ન હોવું જોઇએ અને એક રાગીતાથી આપણે  કાર્ય કરીને વિજય પ્રાપ્ત કરવાનો છે અને સૌએ તે દિશામાં કાર્ય કરવાનું રહેશે. એવું તેમણે વધારામાં જણાવ્યું હતું. મત ગણતરી પુરી થયા બાદ જયારે પરિણામ જાહેર થયું ત્યારે કેવીન મોરિસનને ૧૧૭પ૬ જેટલા મતો મળ્યા હતા જયારે તેમના હરીફ રવિ રાજુને ૧૧૭૪૬ ફકત ૧૦ મતો ઓછા પ્રાપ્ત થયા હતા.

આ ચૂંટણી દરમ્યાન ભારતીય સમાજના આગેવાન એક સબળ પ્રભુત્વ ધરાવતા આવેલ છે જે તેમના તથા પાર્ટીના ભવિષ્ય માટે એક શુભ નિશાની છે રવિ રાજુએ ચૂંટણીમાં સફળતા મેળવવા જે ભગીરથ પ્રયાસ કર્યો હતો તે બિરદાવવાને પાત્ર છે.

(8:36 pm IST)