Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

"IACFNJ":યુ.એસ.ના સેન્ટ્રલ જર્સી વિસ્તારમાં વસતા ઇન્ડિયન અમેરિકન પ્રજાજનોને એક છત્ર હેઠળ સંગઠિત કરતું ઓર્ગેનાઇઝેશનઃ ૨૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ 'સ્પ્રિંગ કલર એન્ડ કલ્ચરલ ફેસ્ટીવલ'ની ઉજવણી અંતર્ગત 'હોળી તહેવાર' ઉજવાયો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ઇન્ડો અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી (IACFNJ)ના ઉપક્રમે ૨૯ એપ્રિલ ૨૦૧૮ રવિવારના રોજ ન્યુજર્સીના સાઉથ બ્રન્સવીકમાં આવેલા રિચલર પાર્ક ખાતે બીજો વાર્ષિક 'સ્પ્રિંગ કલર એન્ડ કલ્ચરલ ફેસ્ટીવલ' ઉજવાઇ ગયો.

ઉનળાની લાંબી સીઝન બાદ આવતી વસંત ઋતુ તથા હોળી તહેવાર નિમિતે કોમ્યુનીટી પ્રજાજનોને એક છત્ર હેઠળ એકત્રિત કરવાના હેતુ સાથે કરાયેલી ઉજવણીમાં ૧૭પ ઉપરાંત લોકો ભેગા થઇ ગયા હતાં. આ તકે મિડલસેકસ કાઉન્ટી ફ્રિહોલ્ડર શ્રી શાન્તિ નારાએ હાજરી આપી તમામ કોમ્યુનીટી મેમ્બર્સને હેપ્પી હોલી મુબારકબાદી પાઠવી હતી તથા સ્થાનિક ડાન્સ ગ્રુપોએ વિવિધ સાંસ્કૃતિક ડાન્સ પ્રોગ્રામ ત્થા બોલિવુડ ડાન્સ પેશ કર્યા હતાં. ન્યુયોર્ક લાઇફ ઇન્સ્યુરન્સ દ્વારા રેફલનું આયોજન કરાયું હતું. હોલી ગીતો ગવાયા હતાં.

ઉજવણીને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે IACFNJ એકઝીકયુટીવ કમિટી, ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર્સ તથા વોલન્ટીઅર્સએ જહેમત ઉઠાવી હતી. ઓર્ગેનાઇઝન દ્વારા પિકનિક ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, નવરાત્રિ ગરબા, હોલી ડે પાર્ટી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે.

આગામી ૧ જુલાઇ ૨૦૧૮ રવિવારના રોજ મર્સર કાઉન્ટી પાર્ક, વેસ્ટ પિકનિક એરીયા ખાતે સવારે ૧૧ થી સાંજે ૭ વાગ્યા દરમિયાન સમર પિકનિકનું આયોજન કરાયું છે તથા ૧૯ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, મોનમાઉથ જંકશન ખાતે સવારે ૧૧થી બપોરે ૨ વાગ્યા દરમિયાન ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે. વિશેષ માહિતી માટે www.iacfnj.com અથવા ઇમેલ iacfnj@yahoo.com દ્વારા સંપર્ક સાધવા ઓર્ગેનાઇઝેશન પ્રેસિડન્ટ ડો. તુષાર પટેલ (૮૪૮-૩૯૧-૦૪૯૯)ની યાદીમાં જણાવાયું છે.

(8:27 pm IST)