Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

આદરણીય શ્રી સુરેશભાઈ જાનીના દુ:ખદ અવસાનથી સમગ્ર ટેક્સાસ (દલાસ) ગુજરાતી તથા ભારતીય સમુદાયમાં ઘેરા શોકની લાગણી : સદગતના પરમ પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના : ૐ શાંતિ ,ૐ શાંતિ ,ૐ શાંતિ.

ટેક્સાસ : આદરણિય શ્રી સુરેશભાઈ જાનીના દુઃખદ અવસાન  સમાચારથી સમ્રગ ટેક્ષાસ (દલાસ )ગુજરાતી તેમજ ભારતીય સમુદાયમાં  આઘાત તથા ઘેરા શોકની લાગણી પ્રર્વતિ છે.

સુરેશભાઈ ના માર્ગદર્શન નીચે અનેક સંસ્થાઓએ પ્રગતિના સોપાન સર કરેલ છે OFBJP-USA જેવી વિશાલ સંસ્થાએ એક પથર્દશક ગુમાવ્યાનો વસવસો રહેશે....  દલાસ ભારતીય સમાજ તથા OF BJP દલાસ ચેપ્ટરને તેમની ખોટ સદાયરહેશે OF BJP દ્વારા દલાસ તથા ગુજરાતી તથા ભારતીય પરીવાર તરફથી તેમના
કુટુંબીજનો ને આશ્વાસન પાઠવે છે...
  શ્રી ઘનશ્યામ કકડીયા,S.Das gupta,Jimi Patel,સુભાષશાહ,(ગુજરા દર્પણ )ઉપેન્દ્ર પટેલ,દિલીપ શાહ,Chandru, Bima Pinta,આત્મન રાવળ તથા ડો. કિરણ પરીખ તેમને સાદર શ્રધાંજલિ પાઠવે છે... પરમ ક્રુપાળુ પરમાત્મા સદગત્તના આત્માને શાંતિ અર્પે એજ પ્રાથના...ૐ શાંતિ શાંતિ શાંતિ.. તેવું શ્રી સુભાષ શાહ (દલાસ) ની યાદી જણાવે છે.

(1:17 pm IST)
  • ઈરાન સાથે પરમાણુ સંધિ ચાલુ રાખવા બ્રિટન પોતાના યુરોપિયન ભાગીદારો સાથે પ્રતિબદ્ધ :બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેં એ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ફોનમાં વાતચીત :ડાઉન સ્ટ્રીટના પ્રવક્તાનો હવાલો ટાંકીને શિન્હુઆ ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું કે ફોનમાં વાતચીત દરમિયાન મેં એ કહ્યું કે તેઓ ઈરાન પરમાણુ સમજૂતી ને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે આ દરમિયાન તેણીએ અમેરિકા દ્વારા ઈરાન પર લગાવેલ પ્રતિબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો access_time 2:33 pm IST

  • કર્ણાટકના મતદાનની પૂર્વ સંધ્યાએ ભારે વરસાદ :રાજ્યના કેટલાય જિલ્લામાં જોરદાર વસરાદ :ભારે વરસાદથી બેંગ્લોર સહીત કેટલાક જગ્યાએ પાણી ભરાયા :લોકોના ઘરમાં પાણી ઘુસ્યા access_time 1:46 am IST

  • બેંગાલુરૂ : કર્ણાટક વિધાનસભા માટે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે ત્યારે મતદાન હવે ઝડપ પકડી રહેલ છે : દરમિયાન કેટલેક સ્થળે ઇવીએમ મશીનો બગડયાના, વિજ પુરવઠો ખોરવાયાના હેવાલો મળે છે access_time 11:31 am IST