Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સિંગાપોરમાં દિવાળીની મધરાત્રે ફટાકડા ફોડવા બદલ ભારતીય મૂળના યુવાન જીવન અર્જુનને ૩ સપ્તાહની જેલ : ૬ નવે. ર૦૧૮ ના રોજ મધરાત્રે ૩-૩૦ કલાકે રહેણાંક વિસ્તારમાં ફટાકડા ફોડી ખલેલ પહોંચાડવા બદલ સજા ઉપરાંત પ હજાર સિંગાપોર ડોલરનો દંડ

સિંગાપોર : સિંગાપોરમાં દિવાળી તહેવારની ઉજવણી પ્રસંગે રહેણાંક વિસ્તારમાં ફટાકડા ફોડવા બદલ  ભારતીય મૂળના ર૯ વર્ષીય યુવાન જીવન અર્જુનને ૩ સપ્તાહની જેલ તથા પાંચ હજાર સિંગાપોર ડોલરનો દંડ કરાયો છે.

તેણે ૬ નવે. ર૦૧૮ ના રોજ વહેલી સવારે ૩.૩૦ કલાકે  રહેણાંક વિસ્તારમાં ફટાકડાઓ ફોડી લોકોને ખલેલ પહોંચાડવાનો આરોપ હતો. જો કે તેનાથી કોઇ જાનહાનિ કે નુકશાન થયા નહોતા તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:05 pm IST)
  • જયપુર સટ્ટા બઝારે આગામી ચૂંટણીમાં ભાજપને ૨૩૦ થી ૨૩૫ બેઠકો મળશે તેવો વરતારો પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે આપ્યો હોવાનું ન્યૂઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:07 pm IST

  • જેટ એરવેઝ પાસે ૧૫ એપ્રિલ સુધી ૬ થી ૭ વિમાની સેવા ઓપરેટ કરી શકે તેટલું જ નાણાં ભંડોળ બચ્યું હોવાનું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે.:વડાપ્રધાનશ્રીની ઓફીસ જેટ ક્રાઇસીસ ઉપર નજર રાખી રહી છે. અને પીએમઓએ જેટ એરવેઝમાં સર્જાયેલ કટૉકટી અંગે ઇમરજન્સી બેઠક બોલાવી છે. access_time 9:07 pm IST

  • અડવાણીજીના વિચારો સાથે નિતિન ગડકરી સહમતઃ વિરોધીઓને દેશદ્રોહી કહેવા અયોગ્ય : અલગ અલગ મંતવ્ય ધરાવતા લોકોનું સમ્માન કરવુ એ જ ખરી રીતે લોકતંત્રનો સાચો આત્મા access_time 4:40 pm IST