Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

અમેરિકામાં ગાયત્રી મંદિર પિસકાટવેના ઉપક્રમે 8 માર્ચના રોજ ભારે ઉમંગપૂર્વક ઉજવાયો હોળી ધુળેટી ઉત્સવ : મંદિરના વિશાળ પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોળીની પ્રાગટ્ય વિધિ કરાઈ : ભક્તોએ નાચતા કુદતા આનંદઘેલા બની મસ્તીથી રંગબેરંગી રંગો દ્વારા ધુળેટી પર્વ ઉજવ્યું : 3500 જેટલા ઉપસ્થિત ભક્તો માટે દાદ માંગી લે તેવી વિનામૂલ્યે મહાપ્રસાદીની વ્યવસ્થા : સ્વયંસેવકોએ આપેલી સેવાઓથી ભક્તજનો ખુશખુશાલ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રી રામશર્મા આચાર્યજી અને માતાશ્રી ભગવતી દેવીની પ્રેરણા ,સૂક્ષ્મ માર્ગદર્શન દ્વારા પરિવારના પ્રમુખ શ્રધ્ધેય શ્રી ડો.પ્રણવ પંડ્યાજી અને શ્રદ્ધેયા શૈલ જીજીના માર્ગદર્શન થકી ન્યુજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર ( GCC ) piscataway દ્વારા 8 માર્ચ રવિવારના રોજ ભવ્ય હોળી ,ધુળેટીનું આયોજન હાથ ધરાયેલ .
ગાયત્રી મંદિર પિસકાટવે દ્વારા હિન્દૂ સંસ્કૃતિને ધબકતી રાખવા માટે અનેકવિધ પ્રવૃતિઓ અને તહેવારની ઉજવણીનું પ્લાનીંગ સુચારી પ્રમાણે હાથ ધરાય છે.3500 જેટલા ઉપસ્થિત ભક્તો માટે વિનામૂલ્યે મહાપ્રસાદની વ્યવસ્થા દાદ માંગી લે તેવી અવિસ્મરણીય બની રહેશે.ગાયત્રી મંદિરના પૂજારી પૂ.સુબોધભાઇ અને અ.સૌ.ભારતીબેન નાયકની સીધી દોરવણી મુજબ મુખ્ય યજમાન જાણીતા ડો.ઇન્દ્રવદન પટેલ ( Dr.T.T. ) અને સુશ્રી રશ્મિબેન પટેલ દ્વારા હોલિકા દર્શનની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંદિરના વિશાળ પ્રાંગણમાં હોળીની પ્રાગટ્ય વિધિ સંપન્ન બની હતી.શ્રી ઉમેશભાઈ પટેલ ગ્રુપ દ્વારા પરંપરાગત મ્યુઝિક સરવણી સતત 3 કલાક ચાલી હતી.મોટા ઢોલ અને સાઉન્ડ સિસ્ટમના બુલંદ અવાજ સાથે ઉપસ્થિત ત્રણેક હજારની માનવ મેદની દ્વારા નાચતા કૂદતાં આનંદઘેલા બની ,મસ્તીથી રંગબેરંગી રંગો દ્વારા ઉલ્લાસપૂર્વક ગાયત્રી મંદિર ભરચક્ક ભરાઈ ગયેલ

હોળી બાદ બધાને માટે પાઉંભાજી ,પુલાવની સાથે મહાપ્રસાદ લઈને યાદગાર સંસ્મરણો લઈને દુરદુરથી આવેલ માનવ મહેરામણ છૂટો પડેલ. 80 થી 100 જેટલા નાનાથી માંડીને આબાલવૃદ્ધો સ્વયંસેવકોની ટીમની વ્યવસ્થા -આયોજન પૂનમની રાત્રીએ ચાર ચાંદ લગાવી દીધેલા ,એટલું સુચારુ આયોજન કરેલ.સ્વયંસેવકોની ટીમની મહેનત દાદ માંગી લે તેવું આકર્ષણ બનેલું .

(9:05 pm IST)