Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

બ્રિટનના નવનિયુક્ત ફાઇનાન્સ મિનિસ્ટર ભારતીય મૂળના શ્રી ઋષિ સુનકે સૌપ્રથમ બજેટ રજુ કર્યું : કોરોના વાઇરસથી સંભવિત આર્થિક નુકશાની માટે 30 અબજ પાઉન્ડની જોગવાઈ દર્શાવી : પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન તથા હોમ મિનિસ્ટર સુશ્રી પ્રીતિ પટેલએ બજેટને વધાવ્યું

લંડન : બ્રિટનના નવનિયુક્ત ફાઇનાન્સ મિનિસ્ટર ભારતીય મૂળના યુવાન 39 વર્ષીય શ્રી ઋષિ સુનકે આજરોજ ગુરુવારે સંસદના નીચલા હાઉસમાં સૌપ્રથમ બજેટ રજુ કર્યું હતું.જેમાં કોરોના વાઇરસથી સંભવિત આર્થિક નુકશાની માટે 30 અબજ પાઉન્ડ ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું.તથા દેશના આર્થિક પડકારોને પહોંચી વળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
શ્રી સુનકના બજેટને પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન તથા હોમ મિનિસ્ટર ભારતીય મૂળના સુશ્રી પ્રીતિ પટેલએ વધાવ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:15 pm IST)