Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ધ્વિપક્ષીય રીતે આગામી શુક્રવારથી તાળાબંધી ન થાય તે અંગે સૈધાંતિક સહમતી કેળવાતા સમગ્ર અમેરીકામાં રાહતની લાગણીઃ અમેરીકા અને મેકસીકોની સરહદે ટેક્ષાસ રાજયના એલ પાસો શહેરમાં દિવાલ બાંધવા અંગે પ્રચાર રેલીમાં પહોચેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ સમાચાર પહોંચાડવામાં આવ્યાઃ તે અંગેના પ્રત્યાધાતો જાણવા મળ્યા નથી

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ કેન્દ્ર સરકારની કેટલીક એજન્સીઓ કાર્યવંત રહે અને તેને ૧૫મી ફેબ્રુઆરીના રોજ તાળાબંધીનો ભોગ ન બનવું પડે તે માટે ધ્વિપક્ષીય ધોરણે ચુંટાયેલા પ્રતિનિધિઓ જરૂરી ચર્ચાઓ કરી રહેલ છે અને આ અહેવાલ લખાઇ રહ્યો છે.

તે વેળા સમાચાર પ્રાપ્ત થયેલ છે કે બંન્ને પક્ષે સૈધાંતિક રીતે આગામી ખર્ચ અંગે સહમતિ કેળવાયેલ છે અને આગામી શુક્રવારના રોજ કોઇ પણ સંજોગોમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ તાળાબંધીને ભોગ બનશે નહી આ સમાચાર સમગ્ર અમેરિકામાં પ્રસરી વળતા સર્વત્ર જગ્યાએ રાહતની લાગણી અનુભવાઇ રહી છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરીકા અને મેકસીકો વચ્ચે ટેક્ષાસ રાજયના એલપાસો શહેર નજીક જે સરહદ આવેલ છે ત્યાં આગળ દિવાલ બાંધવા માટે જરૂરી પ્રચાર અર્થે ગયેલા છે ત્યારે તેમને આ સમાચારો આપવામાં આવતા તે અંગે કોઇ પણ પ્રકારના પ્રત્યાધરતો જાણવા મળેલ નથી. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બોર્ડર સીકયોરીટી માટે વધારાના નાણાંની માંગણી કરેલ તે રકમનો સમાવેશ આ અંગ્રીમેન્ટમાં કરવામાં આવેલ છે કે કેમ તે અંગે જાણી શકાયુ નથી.

અમેરીકાના પાટનગર વોશીંગટન ડી.સીમાં બંધ બારણે રીપબ્લીકન પાર્ટીના સેનેટર રીચાર્ડ શેલ્બી અને ડેમોક્રેટીક પાર્ટીના હાઉસના અગ્રણી નેતા લોવી વચ્ચે થયેલ વાતચીત અનુસાર આ સૈધાતિક અનુમતી કેળવાય હોવાનું જાણવા મળે છે સોમવારે આ રાજકીય આગેવાનો બીજી વખત મળ્યા તે સમયે સૈધાંતિક અનુમતિ કેળવાય હતી આ કાર્યમાં ડેમોક્રેટીક પાર્ટીના સેનેટર પેટ્રિક લેહીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.

(8:00 pm IST)
  • સ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • દિલ્હીમાં કેજરીવાલ દ્વારા વિપક્ષની મહારેલી :મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ સહિતના દિગજ્જ નેતાઓનો જમાવડો :આપના સંયોજક ગોપાલરાયે કહ્યું કે રેલીમાં મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ,પૂર્વ પીએમ એચડી દેવગૌડા,ફારુખ અબ્દુલ્લા અને એનસીપીના શરદ પવાર સહિતના વિપક્ષી નેતા ભાગ લેશે access_time 1:06 am IST