Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પાકિસ્તાનમાં આવેલા શીખોના તીર્થધામ ગુરૃદ્વારા દરબાર સાહેબને ભારત સાથે જોડવાનું શ્રેય લેતા ઇમરાન ખાનઃ ભારતના ગુરદાસપુર તથા પાકિસ્તાનના કરતારપુર વચ્ચે કોરિડોર બનાવીઃ વિશ્વના ૭૦ દેશોના નાગરિકો માટે વીઝા ઓન એરાઇવલ પધ્ધતિ અમલી બનાવીઃ UAEની મુલાકાત સમયે ઉદબોધન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રાઇમ મિનીસ્ટર ઇમરાનખાનએ તાજેતરમાં UAEની એક દિવસની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં શીખોનું અત્યંત પવિત્ર સ્થળ ગુરૃદ્વારા દરબાર સાહેબ કે જયાં ગુરૃ નાનક દેવએ તેમની જીંદગીના અંતિમ દિવસો વીતાવ્યા હતા તે કરતારપુરમાં આવેલું છે. આ સ્થળ સાથે ભારતમાં વસતા શીખોને જોડવા માટે ભારતના ગુરદાસપુર જીલ્લામાં આવેલા દરબાર સાહિબ અને પાકિસ્તાનના કરતારપુરમાં આવેલા ગુરૃદ્વારા દરબાર સાહેબ વચ્ચે કોરીડોર બનાવવામાં આવી છે.

ઉપરાંત વિશ્વના ૭૦ દેશો એવા છે કે જેના નાગરિકો પાકિસ્તાન એરપોર્ટ ઉપર આવ્યા પછી વીઝા મેળવી શકે છે. આમ અમે અમારી વીઝા પધ્ધતિ સરળ અને વિશાળ બનાવી છે તેવું તેમણે જણાવ્યું હતું.

 

(8:52 am IST)