Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

યુ.એસ.સ્થિત કોમ્યુનિટી અગ્રણી શ્રી અરુણકુમાર ઠાકરનું દુઃખદ અવસાન : 4 ફેબ્રુ 2019 ના રોજ અંતિમશ્વાસ લીધા : સ્મશાનયાત્રા આજ 9 ફેબ્રુ ના રોજ બપોરે 12 વાગ્યાથી 2-15 કલાક દરમિયાન નોર્થ બર્ગન ન્યુજર્સી મુકામે

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત કોમ્યુનિટી અગ્રણી તથા સેવાભાવી કાર્યકર શ્રી અરુણકુમાર ઠાકરનું 4 ફેબ્રુ 2019 ના રોજ દુઃખદ અવસાન થયું છે.સદ્દગતની સ્મશાનયાત્રા આજ 9 ફેબ્રુ શનિવાર  ના રોજ બપોરે 12 વાગ્યાથી 2-15 કલાક દરમિયાન જોર્જ  રિવેરા  ફ્યુનરલ હોમ INC ,  4543 કેનેડી BLVD  (46 મી સ્ટ્રીટ ) નોર્થ બર્ગન ,ન્યુજર્સી( ટેલિફોન ન.201-861-6899 ) મુકામે રાખેલ છે.

સદગત શ્રી અરુણભાઈનો જન્મ 18 ઓગ 1957 ના રોજ થયો હતો.તેઓ ખુબ માયાળુ સ્વભાવના સેવાભાવી સજ્જન હતા. ગુજરાતી તથા ઈંગ્લીશ બંને ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવતા હતા.જેમને સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ વતી શ્રી વીરુ પટેલ સહીત એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સએ  શ્રદ્ધાંજલી પાઠવી છે.તેવું પટેલ પ્રગતિ મંડળની યાદી જણાવે છે.

(12:07 pm IST)
  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST