Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

મુળ રાજકોટના દિકરી પ્રો.વિભાવરી જાનીને યુ.એસ.એ.નો 'ફાઉન્ડેશન ડાઇવર્સિટી એવોર્ડ'

રાજકોટ તા. ૯ : મુળ રાજકોટના દિકરી એવા હાલ યુ.એસ.એ. સ્થિત કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટી, મેનહટનનાં ઇન્ટિરીયર આર્કિટેકચર, પ્લાનીંગ એન્ડ ડીઝાઇનમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવારત વિભાવરીબેન જાનીની આઇ.આઇ.ડી.એ. ફાઉન્ડેશન તેમજ આઇ.ડી.ઇ.સી.એફ.ના સંયુકત ઉપક્રમે વર્ષ ર૦૧૮ ના યુ.એસ.એ.ની પ્રતિષ્ઠિત આઇ.આઇ.ડી.એ. ફાઉન્ડેન ડાઇવર્સિટી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ એવોર્ડ ઇન્ટિરીયર ડીઝાઇનના શિક્ષણમાં વિવિધતાના પ્રયોગો કરતા હોય તેવા શિક્ષણવિદ્દને આપવામાં આવે છ.ે વિભાવરીબેનને શાર્લેટ, નોર્થ કેરોલીનમાં ઇન્ટિરીયર ડીઝાઇન એજયુકેટર્સ કાઉન્સીલનીં ૬ માર્ચથી ૧૦ માર્ચ ૨૦૧૯ ના મળનાર વાર્ષિક પરિષદમાં આ એવોર્ડ એનાયત કરાશે.

વિભારીબેને તેમના આર્કિટેકચર અને ઇન્ટિરીયર ડીઝાઇનના ૨૪ વર્ષના અનુભવને તેમના અભ્યાસક્રમમાં વણી લીધો છે. તેઓએ એવોર્ડ વિજેના પુસ્તક 'ડાયવર્સીટી ઇન ડીઝાઇન પરસ્પેકટીવ ફ્રોમ નોન વેસ્ટર્ન વર્લ્ડ' લખવા ઉપરાંત ડીઝાઇન કોર્સીસ, વર્કશોપ, સેમીનાર, પ્રદર્શનો, ૫૦ થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કરી ચુકયા છે. તેમને લેખન ઉપરાંત સંગીત એન ચિત્રનો પણ એટલો જ શોખ છે.

અહીં ઉલ્લેખનીય છે કે વિભાવરીબેન જાની જાણીતા શિક્ષણશાસ્ત્રીઓ તેમજ સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલનાં સંસ્થાપક શ્રીમતી ઉષાબેન જાની અને ગુલાબભાઇ જાનીના સુપુત્રી થાય છે. (૧૬.૧)

(11:29 am IST)