Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

" ટેક્સાસ લિસીઅમ " : નવી પેઢીમાં નેતૃત્વના ગુણોનું નિર્માણ કરવા છેલ્લા 40 વર્ષથી કાર્યરત અમેરિકાનું નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન : નવનિયુક્ત પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી સંજય રામભદ્રન ની નિમણુંક

ટેક્સાસ :  નવી પેઢીમાં નેતૃત્વના ગુણોનું નિર્માણ કરવા છેલ્લા 40 વર્ષથી કાર્યરત અમેરિકાના  નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન  " ટેક્સાસ  લિસીઅમ "ના  નવનિયુક્ત પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી સંજય રામભદ્રન ની નિમણુંક થઇ છે.જેઓ અત્યાર સુધીના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન પ્રેસિડન્ટ બન્યા છે.

સાઉથ ઇન્ડિયાના વતની શ્રી સંજયએ ઉપરોક્ત પદ ઉપર સોગંદવિધિ સમયે કહ્યું હતું કે તેઓ યુવાનોમાં નેતૃત્વનું નિર્માણ કરવા કટિબધ્ધ રહેશે

(6:59 pm IST)
  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST

  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST