Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

દેશ દીઠ ગ્રીન કાર્ડ આપવાની મર્યાદા દૂર કરતો પ્રસ્તાવ યુ.એસ.કોંગ્રેસમાં રજુ : જો મંજુર થઇ જશે તો સેંકડો અને હજારોની સંખ્યામાં ભારતીયોને લાભ

વોશિંગટન : અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ તથા સેનેટમાં પ્રસ્તાવ રજૂ કરાયો છે.જે મુજબ દેશ દીઠ ગ્રીન કાર્ડ આપવાની મર્યાદા દૂર કરવાની ભલામણ કરાઈ છે.હાલમાં દેશ દીઠ 7 ટકા નાગરિકોને કાયમી રહેણાંક માટેના ગ્રીન કાર્ડ દર વર્ષે મંજુર કરવામાં આવે છે.જેના પરિણામે વધુ સંખ્યા ધરાવતા ભારત તથા ચીનના નાગરિકોને આ સવલત મળવામાં વર્ષો લાગી જાય તેમ છે.આ મર્યાદા દૂર કરવા માટે સમર્થન આપનાર કંપનીઓમાં ગુગલ તેમજ યુ.એસ.ચેમ્બર ઓફ કોમર્સનો સમાવેશ થાય છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(1:23 pm IST)