Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

અમેરિકાની ફેક યુનિવર્સિટીમાં એડમિશન મેળવી ગેરકાયદે ઘુસવાના આરોપસર પકડાયેલા ૧૨૯ ભારતીય સ્ટુડન્ટસની વહારે OFBJP યુ.એસ.એઃ અન્ય માન્ય યુનિવર્સિટીઓમાં એડમિશન આપવા વહીવટી તંત્ર સાથે વાટાઘાટો શરૃઃ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની મદદ કરવા કટિબધ્ધ

વોશીંગ્ટનઃ અમેરિકાની ફેક યુનિવર્સિટીમાં એડમિશન મેળવી ગેરકાયદે ઘુસવાના આરોપસર પકડાયેલા ભારતના ૧૨૯ સ્ટુડન્ટસની વહારે OFBJP યુ.એસ.એ આવ્યુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ માટે તાત્કાલિક ધોરણે યુ.એસ. ખાતેની ભારતની કોન્સ્યુલેટ ઓફિસ તથા એમ્બસી સાથે ચર્ચા કરી સ્ટુડન્ટસને પૂરતી મદદ પહોંચાડવાનો પ્રયાસ શરૂ કરી દેવાયો છે. ઉપરાંત ભારતની ભાજપ સરકારના વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ પણ યુ.એસ.ના વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી સ્ટુડન્ટસને અન્ય માન્ય યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે પ્રયત્નશીલ છે.

 

(8:41 pm IST)
  • સ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST