Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે પ્રચારનો તખ્તો તૈયારઃ ૨ ડેમોક્રેટ મહિલા ઉમેદવારો ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસ તથા હિન્દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડનું ટાઇમ ટેબલ ગોઠવાયું: ફેબ્રુ. માસના છેલ્લા ૨ સપ્તાહમાં ૪ સ્ટેટની મુલાકાત લેશે

વોશીંગ્ટનઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ૨ ડેમોક્રેટ મહિલા ઉમેદવારો ઇન્ડિયન અમેરિકન સેનેટર ૫૪ વર્ષીય સુશ્રી કમલા હેરીસ તથા હિન્દુ કોંગ્રેસવુમન ૩૯ વર્ષીય સુશ્રી તુલી ગબ્બાર્ડએ પ્રચારનો તખ્તો ગાઠવી કાઢયો છે. જે મુજબ ફેબ્રુ.માસમાં સુશ્રી કમલા ૪ સ્ટેની મુલાકાત લેશે. જે પૈકી તેઓ સાઉથ કેરોલિનાથી શરૂઆત કરશે.

બાદમાં ન્યુ હેમ્પશાપર ખાતે ૧૮ તથા ૧૯ ફેબ્રુ. લોઆ મુકામે ૨૩ તથા ૨૪ ફેબ્રુ.તથા નેવાડા સ્ટેટની મુલાકાત ૨૮ ફેબ્રુ.થી ૧ માર્ચ દરમિયાન લેશે.

જયારે સુશ્રી તુલસી ગબ્બાર્ડ ફેબ્રુ માસના વીક  એન્માં લોઆ તથા શિકાગોની મુલાકાત લેશે. જયાં તેઓ હિન્દુ, એશિઅન અમેરિકન, લેટિનો, તથા યુથ કમિટી નેતાઓ સાથે વિચાર વિનીમય તથા ચર્ચા વિચારણાં કરશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મતદારો રસાકસી ભરી ચૂંટણી પાસુ પલટાવનાર બની શકે છે.

(8:45 pm IST)