Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનારા વિદેશીઓમાં પાકિસ્તાની કેટલા છે ? : અમેરિકના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ રૂબરૂ મુલાકાત લઇ બોર્ડર સિક્યુરિટી ઓફિસરને વેધક સવાલ પૂછ્યો

ટેક્સાસ : મેક્સિકો બોર્ડરની અચાનક મુલાકાતે આવેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ બોર્ડર સિક્યુરિટી ઓફિસરને વેધક સવાલો પૂછી મૂંઝવણમાં મૂકી દીધા હતા.જયારે ઓફિસર છેલ્લા સપ્તાહમાં સાઉથ એશિયામાંથી આવેલા વિદેશીઓની સંખ્યા વિષે વાત કરી રહ્યા હતા ત્યારે ટ્રમ્પએ સીધો સવાલ કર્યો હતો કે ગેરકાયદે ઘુસી ગયેલા વિદેશીઓમાં પાકિસ્તાની કેટલા છે ?જેના જવાબમાં ઓફિસરએ જણાવ્યું હતું કે ગઈકાલે 2 પાકિસ્તાની નાગરિકો ગેરકાયદે પ્રવેશ કરતા પકડાયા છે.

(6:07 pm IST)
  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST