Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

મુસ્લિમ હોવાના નાતે ઇન્ડિયન અમેરિકન શ્રી શાહિદ શફીને આગેવાની છોડવી પડે તેવા સંજોગોનું નિર્માણ : ટેક્સાસના આ સાઉથલેક રિપબ્લિકન સીટી કાઉન્સિલર નેતાને ઉપાધ્યક્ષ પદેથી દૂર કરવાનો પ્રસ્તાવ પાર્ટીના જ સભ્યો દ્વારા કાઉન્સિલમાં રજૂ

 ટેક્સાસ :અમેરિકાના ટેક્સાસમાં સ્થાયી થયેલા ઇન્ડિયન અમેરિકન રિપબ્લિક આગેવાન શ્રી શાહિદ શફીને મુસ્લિમ હોવાના નાતે તથા ઇસ્લામને અમેરિકન કાનૂનથી પણ ઉપર ગણવાના કથિત નાતે તેમનું નેતાપદ છોડવું પડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામ્યું છે.

શ્રી શાહિદ ટ્રોમા સર્જન છે.તથા સાઉથલેક સીટી કાઉન્સિલર છે.તેમને મુસ્લિમ હોવાના નાતે હોદા ઉપરથી દૂર કરવા રિપબ્લિકન સભ્યો દ્વારા પ્રસ્તાવ મુકાયો છે.જે અંગે આવતીકાલ ગુરુવારે મતદાન થશે

બાબતે શ્રી શાહિદે જણાવ્યા મુજબ વિરોધીઓનો આવો પ્રયાસ પહેલીવારનો નથી.તેમજ છેલ્લીવારનો પણ નથી.તેઓ મારા ધર્મને આગળ કરી મતદારોને ભરમાવવાનો પ્રયાસ કરે છે.

ઉલ્લેખનીય છે કે શ્રી શાહિદનો જન્મ ભારતમાં થયો હતો.તથા ઉછેર પાકિસ્તાનમાં થયો હતો.તેઓ મેડિકલ અભ્યાસ માટે અમેરિકા ગયા બાદ ત્યાં સ્થાયી થઇ ગયા છે.

(6:23 pm IST)