Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

માનવતાવાદી અને રાષ્ટ્રિય સુરક્ષા કટોકટી અંગે અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીની આઠમી તારીખે મંગળવારે રાત્રે ૯ વાગે ઓવલ ઓફીસમાંથી રાષ્ટ્રને સંબોધન કરશેઃ અમેરીકન સરકારના કેટલાક અગત્યના ખાતાઓ શટ ડાઉન થયેલા છે અને તેના કર્મચારીઓ હાલમાં વિના વેતને કાર્ય કરી રહેલા છેઃ ડેમોક્રેટીક પાર્ટીનેતાઓ પ્રમુખશ્રી દ્વારા કરાયેલી રજુઆતોનો વળતો પ્રત્યુત્તર આપવાનો પ્રયાસ કરશે.

(પ્રતિનિધિ કપિલા શાહ) શિકાગોઃ કેન્દ્ર સરકારના કેટલાક અગત્યના ખાતાઓ જરૂરી નાણાં ખર્ચના અભાવે ડીસેમ્બર માસની ૨૨મી તારીખના મધ્યરાત્રીથી કાર્ય કરતા બંધ થઇ ગયેલ છે અને લગભગ તમામ કર્મચારીઓ હાલના તબક્કે વિના વેતન કામ કરી રહ્યા છે કેન્દ્ર સરકારના બંધ પડેલા ખાતાઓ પાછા કાર્યવંત બન્ને તે માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે પરંતુ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકા અને મેકસીકોની સરહદે દિવાલ બાંધવા માટે ૫.૭ બીલીયન જેટલા ડોલરની માંગણી કોંગ્રેસમેને પાસેથી કરી રહ્યા છે જયારે આ મહીનાની ૩જી તારીખથી હાઉસનો કબજો ડેમોક્રેટીક પાર્ટીના ચુંટાયેલા નેતાના હસ્તક આવતા તેઓ દિવાલ બાંધવા માટેના નાણા આપવાની ચોકખી ના પડે છે અને તેઓએ એક બીલ પસાર કરીને અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તાત્કાલીકના ધોરણે બંધ પડેલ ખાતાએ તુરતમાંજ ચાલુ કરવા જણાવવામાં આવેલ છે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકાની સરહદે અત્યંત કટોકટી ભરી પરિસ્થિતિ હોવાથી મોટા ભાગના લોકો ગેરકાયદેસર રીતે અમેરીકામાં પ્રવેશ મેળવે છે અને જ્યાં સુધી આ વિસ્તારમાં દિવાલોનું ચણતાર ન થાય તથા તેમની માંગણી મુજબની ૫.૭ બીલીયન ડોલરની રકમ મંજુર ન કરવામાં આવે ત્યાં સુધી કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવશે એવું તેમણે સ્પષ્ટ ભાષામાં ડેમોક્રેટીક પાટીના સભ્યોને જણાવેલ છે.

આ અંગે જાણવા મળે છે તેમ ગયા અઠવાડીએ સાઉથ કેરોલીના સેનેટર લિન્ડસી ગ્રેહાજ અમેરીકાના પ્રમુખશ્રીને મળવા માટે ગયા હતા ત્યારે તેમણે ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓને આ સમગ્ર પ્રશ્ન અંગે લેશમાત્ર મચક ન આપવા સલામ આપી હતી અને જો તેમ કરવામાં આવશે તો પછી ૨૦૨૦ની સાલમાં યોજાનાર ચૂંટણીમાં ધાર્યા પરિણામોની આશા ન રાખી શકાય એવુ જણાવ્યું હોવાનુ જાણવા મળે છે આથી પ્રમુખશ્રી હાલમાં અકકડ વલણ અખત્યાર કરીને બેઠા છે.

વધારામાં જાણવા મળે છે તેમ જાન્યુઆરી માસની ૮મી તારીખને મંગળવારે ઓવલ ઓફીસમાંથી રાત્રે ૯ વાગે ઇસ્ટર્ન સમય અનુસાર આ સમગ્ર પ્રશ્ન અંગે રાષ્ટ્રને સંબોધન કરશે અને આ સંબોધન રાષ્ટ્રની લગભગ મોટા ભાગની ટી.વી.ચેનલો પ્રસારીત કરશે અને ત્યાર બાદ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓને જે કંઇક રજુઆતો કરવાની હશે તો તેઓ કરશે અને તે અંગેની જરૂરી વ્યવસ્થાઓ તેેઓ કરી રહ્યા છે અને ત્યાર બાદ ગુરૂવારે પ્રમુખશ્રી અમેરીકા અને મેકસીકોજ સરહદે મુલાકાત માટે જશે અને ત્યાં આગળ બોર્ડર પેટ્રોલ એજન્ટ તથા સરહદોજ રક્ષણ કરતા અધીકારીઓની મુલાકાત લેશે.

સરહદો પર માનવતાવાદી અને રાષ્ટ્રિય સુરક્ષા કટોકટી અંગે પ્રમુખશ્રી મંગળવારે રાષ્ટ્રને સંબોધન કરશે અને તેમાં તેઓ રાષ્ટ્રિય સુરક્ષા અંગે પોતાનુ જે મંતવ્ય પ્રજા સમક્ષ રજુ કરશે તેને અગે વસવાટ કરતા તમામ લોકો સાંભળશે.

વધારામાં જાણવા મળે છે તેમ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે સરહદે દિવાલો બાંધવા અંગે મારા કાર્યને હાલના ભૂતપૂર્વ ચાર પ્રમુખોએ જેમાં (૧)બરાક ઓબામા (૨)જયોર્જ ડબલ્યુ બુશ (૩)બીલ કલીન્ટન તથા (૪)જીમી કાર્ટરનો સમાવેશ થાય છે તેમણે મારા કાર્યની અનુમતી આપેલ છે પરંતુ આ અંગે તપાસ કરતા એવું માલમ પડેલ છે કે આ ચારેય ભૂતપૂર્વ પ્રમુખોએ આ દિવાલની બાબતમાં એક પણ શબ્દ ઉચ્ચારેલ નથી માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ રજુઆત સત્યથી વેગળી છે. તેમણે અમેરીકા રાષ્ટ્ર ગંભીર પ્રકારની કટોકટીમાંથી પસાર થઇ રહ્યુ છે અને તેથી તેમણે સરહદ પર રાષ્ટ્રિય કટોકટી જાહેર કરવાની ઘોષણા પણ કરેલ છે તેથી મંગળવારે (કાલે) તેઓ પોતાના રાષ્ટ્રને સંબોધનમાં શુ કહેવા માંગે છે તે તરફ સૌ લોકોનું ધ્યાન કેન્દ્રિત થયેલુ જોવા મળે છે.

(7:54 pm IST)
  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST