Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

યુ.એસ.માં ‘‘ગુજરાતી સમાજ ઓફ હયુસ્‍ટન''એ ૨૦૧૮ની સાલના આગમનને વધાવ્‍યું: ૩૧ ડિસેં.ના રોજ યોજાઇ ગયેલા પ્રોગ્રામમાં ડાન્‍સ,ડીનર,તથા રેફલ ડ્રો અને પ્રાઇઝ વિતરણ કાર્યક્રમોના આયોજનો સાથે ઉમંગભેર ઉજવણી સંપન્‍ન

હયુસ્‍ટનઃ યુ.એસ.માં ‘‘ગુજરાત સમાજ ઓફ હયુસ્‍ટન''ના ઉપક્રમે ૩૧ ડિસેં. ૨૦૧૭ના રોજ અરેબિઆ શ્રાઇન સેન્‍ટર ખાતે ભારે ઉમંગપૂર્વક નવા વર્ષના આગમનને વધાવતો પ્રોગ્રામ યોજાયો હતો.

સાંજે ૭:૩૦ કલાકથી શરૂ કરાયેલી ઉજવણી માટે આવતા મેમ્‍બર્સનું સ્‍વાગત કરવાની સાથે શણગારેલા તથા સુગંધિત હોલમાં એપિટાઇઝર્સની વ્‍યવસ્‍થા કરાઇ હતી. ઉપરાંત ફુડ,ડ્રીંક,સિકયુરીટી સહિતના વ્‍યવસ્‍થિત આયોજનો કરાયા હતા. બાદમાં સહુ ડાન્‍સ પ્રોગ્રામમાં જોડાયા હતા. તથા ડીનરની મોજમાણી હતી.

ઉજવણી અંતર્ગત રેફલ ડ્રો તેમજ ૩  પ્રાઇઝ વિતરણનું આયોજન કરાયું હતું. બાદમાં બાર વાગ્‍યાના ટકોરે સહુએ ઉમંગભેર નવા વર્ષના આગમનને વધાવ્‍યુ હતુ. પ્રોગ્રામના સફળતા પૂર્વક સંપન્‍ન કરાવવા માટે ગુજરાતી સમાજ ઓફ હયુસ્‍ટનના ચેરમેન શ્રી ડો.હર્ષદભાઇ પટેલ તેમજ એકઝીકયુટીવ ટીમ મેમ્‍બર્સ, પ્રેસિડન્‍ટ શ્રી ગિરીશ નાયક, શ્રી ધ્રુવિત શાહ, શ્રી પ્રકાશ દેસાઇ, વાઇસ પ્રેસિડન્‍ટ સુશ્રી ગીતા પટેલ, સુશ્રી મીના દેસાઇ, શ્રી રાકેશ શાહ, શ્રી કિશોર પટેલ , શ્રી નરેન્‍દ્ર પટેલ, શ્રી હરેન્‍દ્ર હિંગુ, શ્રી કલ્‍પેશ રાણા, તથા શ્રી ભરત પટેલ, તેમજ વોલન્‍ટીઅર્સ ભાઇ બહેનોએ જહેમત ઉટાવી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:14 pm IST)
  • શુક્રવારે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપના ત્રીજા મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં રમાય રહી છે. access_time 6:52 pm IST

  • હઝ પર 9 ટકા જીએસટી દૂર કરવાની માંગ સાથે દાખલ કરાયેલ અરજીની પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજુ આપવાનો આદેશ આપ્યો છે access_time 9:32 am IST

  • પશ્ચિમ બંગાળમાં ભાજપનું બે મહિનામાં બીજીવાર લઘુમતી સંમેલનઃ મમતા ના બ્રાહ્મણ કાર્ડ સામે ભાજપે મુસ્લિમ સંમેલન કર્યું: આ વર્ષની પંચાયતી ચૂંટણી જીતવા ભાજપની પશ્ચિમ બંગાળની વસતીના ૩૦ ટકા મુસ્લિમ મતદારો પર મીટ access_time 11:34 am IST