Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

કેનેડામાં પણ અમેરિકાની માફક ભારે હિમપ્રપાત : ટોરોન્‍ટોમાં આવેલું શ્રી સ્‍વામિનારાયણ મંદિર બરફથી ઢંકાયુ

કેનેડા : અમેરિકાની માફક કેનેડામાં પણ હિમવર્ષા થતાં જનજીવન ઠપ્‍પ થઇ જવા પામ્‍યું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહિં ટોરોન્‍ટોમાં છવાઇ ગયેલા માઇનસ રર ડીગ્રી તાપમાનથી ત્‍યાં આવેલું શ્રી સ્‍વામિનારાયણ મંદિર પણ બરફથી ઢંકાઇ ગયુ હોવાનો વીડિયો વાઇરલ થયો હોવાનું જાણવા મળે છે.

(10:13 pm IST)
  • સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિઓ તેમના મતભેદોને આવતીકાલ સુધીમાં ઉકેલી લેશે : એટર્ની જનરલ શ્રી કે.કે. વેણુગોપાલ access_time 7:17 pm IST

  • અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે અને 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો લાપતા છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. access_time 6:16 pm IST

  • ભાગેડુ અપરાધી અને ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણના કેસમાં લંડનની અદાલતમાં ગુરુવારે યોજાયેલી સુનાવણીનું કોઇ નક્કર પરિણામ આવ્યું નથી. વિજય માલ્યાનું પ્રત્યર્પણ ફરીથી પાછું ઠેલાયું છે. પુરાવાનો સ્વીકાર કરવો કે નહીં તે બાબતે વિજય માલ્યાના વકીલે દલીલ અને રજૂઆત કર્યા બાદ માલ્યાના જામીન બે એપ્રિલ સુધી લંબાવવામાં આવેલ છે. access_time 3:54 pm IST