Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

લંડનમાં ગુજરાતી વિજય પટેલની હત્‍યામાં ર તરૂણોની સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ

લંડન : લંડનમં ગુજરાતી વ્‍યકિતની હત્‍યામાં ર તરૂણોની સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરઇ છે.

ઉત્તર લંડનમાં પોલીસે ગુજરાતીની હત્યા કરનાર બે તરુણોના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યાં છે.

49 વર્ષના વિજય પટેલ પર સ્ટોરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બન્ને હત્યારાઓને શોધવા મહત્ત્વનું હતું.

પટેલની હત્યાના મામલામાં બુધવારે વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક 16 વર્ષના કિશોરને હાજર કરવામાં આવ્યો હતો.

તપાસકર્તાઓ મુજબ વિજય પર દુકાનની બહાર હુમલો કરવામાં આવ્યો હતો.

ત્રણ તરુણોને સિગારેટ પેપર સહિતની વસ્તુઓ વેંચવાની ના પાડતા તેમના પર હુમલો થયો હતો.

મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા મુજબ હુમલા બાદ ત્રણેય કિશોર ટ્યૂબ સ્ટેશન તરફ ભાગ્યા હતા.

પોલીસ વિભાગના ઇન્સપેક્ટરનું કહેવું છે, " એક વ્યક્તિ પર ખૂબ બિનજરૂરી હુમલો હતો. તેઓ ફક્ત તેમનું કામ કરી રહ્યા હતા."

તેમણે કહ્યું, "અન્ય બે કિશોરોની ધરપકડ બહુ જરૂરી છે કારણ કે તેમના પાસે હુમલા અંગેની મહત્ત્વની માહિતી છે. જે અમારી તપાસમાં મદદ કરશે."

વિજય પટેલના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

 

(5:12 pm IST)
  • અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો :કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર:લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 12:01 am IST

  • ઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 11:01 pm IST

  • વિવાદનું મુળ જસ્ટીસ લોયાના મૃત્યુની તપાસ સાથે સંકળાયેલો છે : પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુપ્રિમ કોર્ટના જસ્ટીસ રંજન ગોગોએ આપેલા નિર્દેશ access_time 4:04 pm IST