Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અમેરિકન મહિલા સાથે લગ્ન કરી સિટીઝનશીપ મેળવનાર ઇન્‍ડિયન અમેરિકનનું નાગરિકત્‍વ રદઃ બલવિન્‍દર સિંઘ તથા દેવિન્‍દર સિંઘ એમ બે જુદા જુદા નામે અમેરિકામાં પ્રવેશ કરવા બદલ લેવાયેલુ પગલુ

વોશીંગ્‍ટનઃ અમેરિકન મહિલા સાથે લગ્ન કરી ત્‍યાંનું ત્‍યાંનું નાગરિકત્‍વ મેળવનાર ઇન્‍ડિયન અમેરિકન બલવિન્‍દર સિંઘ ઉર્ફે દેવિન્‍દર સિંઘનું નાગરિકત્‍વ રદ કરી તેને દેશનિકાલ કરવાની પ્રક્રિયા ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિકયુરીટીએ હાથ ધરી છે.

ઇન્‍ડિયન અમેરિકન બલવિન્‍દરનું નાગરિકત્‍વ રદ કરવાના કારણમાં જાણવા મળ્‍યા મુજબ તેણે બે વખત જુદા જુદા નામે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. જે સ્‍થાનિક કાયદા વિરૂધ્‍ધ ગણાતું હોવાથી તેની સિટીઝન શીપ રદ કરાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:35 pm IST)