Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

યુ.એસ.માં મેરીલેન્‍ડના ૬ઠ્ઠા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવતા સુશ્રી અરૂણા મિલ્લરઃ મેરીલેન્‍ડ હાઉસ ઓફ ડેલિગેટસના મેમ્‍બર ઇન્‍ડિયન અમેરિકન સિવિલ એન્‍જીનીયર મહિલા સુશ્રી મિલ્લર ઇમીગ્રન્‍ટસને તકો અપાવવા આતુરઃ ૨૦ જુન ૨૦૧૮ના રોજ પ્રાઇમરી ચૂંટણી

મેરીલેન્‍ડઃ યુ.એસ.માં મેરીલેન્‍ડ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સિવિલ એન્‍જીનીયર મહિલા ૫૩ વર્ષીય સુશ્રી અરૂણા મિલ્લરએ ૬ ઠ્ઠા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે.

તેઓ મેરીલેન્‍ડ હાઉસ ઓફ ડેલિગેટસના મેમ્‍બર છે. તથા હાલના ડેમોક્રેટીક કોંગ્રેસ મેમ્‍બર ઉપરોક્‍ત પદ ઉપર ચૂંટણી લડવાને બદલે ૨૦૨૦ની સાલમાં પ્રેસિડન્‍ટ પ્રાઇમરીમાં ચૂંટણી લડવાના હોવાથી સુશ્રી અરૂણાએ ઉમેદવારી નોંધાવી છે.

માત્ર સાત વર્ષની વયે માતા પિતા સાથે અમેરિકામાં સ્‍થાયી થયેલા સુશ્રી મિલ્લરે જણાવ્‍યા મુજબ તેમને અમેરિકાએ ઘણું આપ્‍યું છે. આ દેશ તકોનો દેશ છે. જેનો લાભ તમામ ઇમીગ્રન્‍ટસને મળે તે માટે તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગે છે.

૨૦૧૦ની સાલમાં તેઓ મેરીલેન્‍ડ હાઉસમાં સૌપ્રથમવાર ચૂંટાઇ આવ્‍યા હતા. તેઓ ૧૫ મા ડીસ્‍ટ્રીકટનું પ્રતિનિધિત્‍વ કરે છે. તથા એપ્રોપ્રિએશન કમિટીમાં સેવાઓ આપે છે.

પ્રાઇમરી ચૂંટણી ૨૬ જુનના રોજ છે.

 

(9:00 pm IST)