Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

‘‘અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીયન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI)'': ૧૬ ડીસેં. ૨૦૧૭ના રોજ કિવન્‍સ એન્‍ડ લોન્‍ગ આઇલેન્‍ડ ચેપ્‍ટરનું ૨૨મું વાર્ષિક ગાલા અધિવેશન સંપન્‍નઃ પૂર્વ પ્રેસિડન્‍ટ ડો.અજય લોધા તથા વર્તમાન પ્રેસિડન્‍ટ ડો.ગૌતમ સમદરના સફળ નેતૃત્‍વ બદલ બહુમાન કરાયું: આરોગ્‍ય ક્ષેત્રે વિશિષ્‍ટ સેવાઓ બદલ ડો.મોહિન્‍દર ગુપ્તા, ડો.દેવેન્‍દ્ર મહેતા, ડો.પી.પ્રતિક બાસુ, તથા ડો.ઉષા ક્રિશ્નનને સન્‍માનિત કરાયા

 

ન્‍યુયોર્કઃ અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીયન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI) કિવન્‍સ એન્‍ડ લોન્‍ગ આઇલેન્‍ડ ન્‍યુયોર્ક ચેપ્‍ટરનું ૨૨મું વાર્ષિક ગાલા અધિવેશન ૧૬ ડીસેં.ના રોજ મળ્‍યું હતું.

આ અધિવેશનમાં AAPIના છેલ્લા પૂર્વ પ્રસિડન્‍ટ ડો.અજય લોધા તથા વર્તમાન પ્રેસિડન્‍ટ ડો.ગૌતમ સમદરના નેતૃત્‍વને બિરદાવી બહુમાન કરાયુ હતું તથા આરોગ્‍ય સેવા ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીયન્‍શ ડો.મોહિન્‍દર ગુપ્તા, ડો.દેવેન્‍દ્ર મહેતા, ડો.પી.પ્રતિક બાસુ, તથા ડો.ઉષા ક્રિશ્નનને સન્‍મિાનિત કરાયા હતા.

AAPI કિવન્‍સ એન્‍ડ લોન્‍ગ આઇલેન્‍ડ પ્રેસિડન્‍ટ ડો.જગદીશ ગુપ્તાએ ૨૦૧૮ની સાલનો મેમ્‍બર્સ માટેનો નવો પ્રોગ્રામ રજુ કર્યો હતો. તથા લોંગ આઇલેન્‍ડ સ્‍થિક ડોકટરો કોમ્‍યુનીટીને અદ્યતન મેડીકલ એજ્‍યુકેશન આવતા રહે તથા ચેરીટી ક્ષેત્રે કાર્યરત રહે તેમ જણાવ્‍યું હતું.

(8:58 pm IST)