Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

કાયદાની સુરક્ષા માટે ૨૦૧૮ની સાલમાં અમેરિકાની સરકારે ૧૦ હજાર જેટલા ભારતીયોની ધરપકડ કરીઃ જે પૈકી ૮૩૧ને દેશનિકાલ કરાયા

વોશીંગ્ટનઃ અમેરિકાની સરકારે જાહેર કરેલા રિપોર્ટ મુજબ ૨૦૧૮ની સાલમાં દેશની રાષ્ટ્રિય સુરક્ષા તથા જન સુરક્ષા એજન્સીઓએ ૧૦ હજાર જેટલા ભારતીયોની ધરપકડ કરી હતી. જે ૨૦૧૫ થી ૨૦૧૮ની સાલ દરમિયાન બમણી થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. જે મુજબ ૨૦૧૫ની સાલમાં ૩૫૩૨,૨૦૧૬માં ૩૯૧૩, ૨૦૧૭માં ૫૩૨૨ ભારતીયોની ધરપકડ થઇ હતી. જે ૨૦૧૮માં ડબલ જેટલી એટલે કે ૯૮૧૧ થઇ જવા પામી હતી. જે પૈકી ૮૩૧ ભારતીયોને દેશનિકાલ કરાયા હતા.

(8:54 pm IST)