Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ભારતને પ્રદુષણ મુક્ત કરી લોકોનું આરોગ્ય સુધારવા અમેરિકા કટિબધ્ધ : ન્યુદિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસના ઉપક્રમે વર્કશોપ યોજાયો : ભારત તથા અમેરિકાના પ્રતિનિધિઓ, વ્યાવસાયિકો, વૈજ્ઞાનિકો, ટેક્નોલોજીસ્ટસ, સહિતની ઉપસ્થિતિ

ન્યુદિલ્હી : ભારતના ન્યુદિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસના ઉપક્રમે તાજેતરમાં અમેરિકા તથા ભારતના સરકારી પ્રતિનિધિઓ , વ્યાવસાયિકો ,વૈજ્ઞાનિકો ,પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરના પ્રતિનિધિઓ ,સહીત અગ્રણીઓને ભેગા કરાયા  હતા.જેનો હેતુ દેશમાં હવાઈ પ્રદુષણ અને તેની લોકોના આરોગ્ય ઉપર થતી અસરો ,મૃત્યુ દરનું પ્રમાણ સહીત બાબતોની ચિંતા કરવાનો હતો.કારણકે વિશ્વના સૌથી વધુ પ્રદુષણ ધરાવતા શહેરોમાં ભારતના ઘણા શહેરોનો સમાવેશ થાય છે.તેથી હેલ્થકેર ક્ષેત્રે અબજો ડોલરનો ખર્ચ કરવાનો થાય છે.

અમેરિકન દૂતાવાસ આયોજિત આ વર્કશોપમાં પ્રદુષણ ડામવા માટે હેલ્થ ,પર્યાવરણ ,એનર્જી,તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના ઉપસ્થિત અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ થઇ હતી.આ તકે અમેરિકાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન એડગાર્ડ કગન એ ભારતમાં પ્રદુષણ નાબુદી માટે થઇ રહેલા પ્રયાસો અંગે છણાવટ કરી અમેરિકા આ કાર્યમાં ભારત સાથે હોવાનું જણાવ્યું હતું

વર્કશોપમાં ઉપસ્થિત ભારતના એન્વાયર ડિપાર્ટમેન્ટ ,અમેરિકા તથા ભારતના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટ ,સહીત જુદા જુદા ડિપાર્ટમેન્ટ તેમજ ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓએ પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા તેમજ પર્યાવરણ શુદ્ધિ માટે વિવિધ સૂચનો કર્યા હતા તથા બંને દેશોના સંયુક્ત સહકારથી ઉપરોક્ત ક્ષેત્રે કામગીરી હાથ ધરી લોકોનું આરોગ્ય જાળવી રાખવાની તેમજ આ કારણે થતા મૃત્યુ દર ઘટાડવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી તેવું મુંબઈ કોન્સ્યુલેટ જનરલની યાદી જણાવે છે.

(12:05 pm IST)
  • ગાંધીધામના પડાણા હાઈવે પર અકસ્માત : અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત : ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નોંધ્યો ગુનો: માથાના ભાગે ઈજાઓ થતા યુવાનનું મોત access_time 1:21 am IST

  • દુધઇમાં ટ્રક હડફેટે યુવાનનું મોત: બસ સ્ટેશન સામે જ બન્યો કરૂણ બનાવ:ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવાનનું મૃત્યુ:દુધઈ પોલીસ દ્વારા ઘટનાની હાથ ધરી તપાસ access_time 1:22 am IST

  • ઉદેપુરમાં ગુજરાતી પરિવારના ચાર લોકોનો ઝેર પી આપઘાતઃ પતિ-પત્નિના મોતઃ બે સારવાર હેઠળ : ઉદેપુરમાં પરિવારના ચાર લોકોએ ઝેર ઘોળ્યું: પતિ, પત્નિનું સારવાર દરમિયાન મોતઃ બંને બાળકોની પણ હાલત નાજુકઃ આપઘાત કરનાર પરિવાર મોડાસાનો રહેવાસીઃ મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતો હતો પરિવારઃ હર્ષ પેલેસ હોટલમાં આપઘાત કર્યો access_time 4:38 pm IST