Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

''સેવા ટ્રક'': યુ.એસ.ના વોશીંગ્ટન ડીસી સ્થિત શીખ અમેરિકન શ્રી સોની કાકરએ શરૂ કરેલું અભિયાનઃ સમાજના જરૂરીયાતમંદ લોકો તથા સ્કૂલના બાળકોને વિનામૂલ્યે ભોજન કરાવતું ''લંગર ઓન વ્હીલ્સ''

વોશીંગ્ટનઃ યુ.એસ.માં વોશીંગ્ટન ડીસી સ્થિત શીખ અમેરિકન શ્રી સોની કાકરએ સ્થાનિક જરૂરીયામતંદ પ્રજાજનો તથા સ્કૂલના બાળકોને વિનામૂલ્યે ભોજન પૂરૂ પાડવા ''સેવા ટ્રક'' શરૂ કરી છે. જે માટે તેમણે એક જુના ટ્રકને ઓરેન્જ કલર લગાવડાવી લંગર ઓન વ્હીલ્સ નામ સાથે ઉપરોકત સેવા કરી છે જેનો જરૂરીયાતમંદ લોકો તથા સ્કૂલના બાળકો બહોળા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે. તથા છેલ્લા ૩ વર્ષમાં આ લાભ લેનાર લોકોનો આંકડો ૨૦ હજારની સંખ્યાને આંબી ગયો છે.

હવે આગામી દિવસોમાં શ્રીસોની આ સેવાનો વ્યાપ મિચીગનમાં પણ વધારવા માંગે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)