Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

અમેરિકાના ટોપ બિઝનેસ પર્સનની યાદીમાં ભારતીય મૂળના વ્યાવસાયિકોનો ડંકોઃ ફોર્ચ્યુન મેગેઝીને બહાર પાડેલા લીસ્ટમાં શ્રી સત્ય નાદેલા પ્રથમ ક્રમેઃ શ્રી અજય બાંગાએ ૮મા તથા સુશ્રી જયશ્રી ઉલ્લાલએ ૧૮મા ક્રમે સ્થાન મેળવ્યું

વોશિંગ્ટન : સુપ્રસિદ્ધ મેગેઝીન ફોર્ચ્યુનએ ર૦૧૯ ની સાલના ટોપ બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર ની જાહેર કરેલી યાદીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા, શ્રી અજય બાંગા, તથા સુશ્રી જયશ્રી ઉલ્લાલએ સ્થાન હાંસલ કર્યુ ે.

શ્રી સત્ય નાદેલાને માઇક્રોસોફટને ઉંચાઇ ઉપર લઇ જનાર તરીકે શ્રી અજય બાંગાને માસ્ટર કાર્ડના ચિફ એકઝીકયુટીવ તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ, તથા સુશ્રી ઉલ્લાલને એરિસ્ટરના સીઇઓ તરીકે કામગીરી બદલ સ્થાન અપાયું છે.

ઉલ્લેખનીય છે કે ર૦ બિઝનેસ પર્સનની યાદીમાં શ્રી સત્ય નાદેલાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. શ્રી બાંગાએ ૮મું તથા સુશ્રી ઉલ્લાલએ ૧૮મું સ્થાન હાંસલ કર્યુ છે.     

(10:05 pm IST)