Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ન્યૂજર્સીના આંગણે સુવર્ણ તુલા, રજત તુલા, યજ્ઞ ,સહિતના આયોજનો દ્વારા ઉજવાયો વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની શાખા ન્યૂજર્સીમાં 205,સ્પ્રીંગવેલ્લી રોડ પરામસ ન્યુજર્સી મુકામે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો. જેમાં સવારે 7:30 વાગ્યે આરતીની જ્યોતથી વચનામૃત યજ્ઞનો પ્રારંભ થયો હતો જે મહિલા અને પુરુષ એમ બે વિભાગમાં યજ્ઞકુંડનું આયોજન કરવામાં આવેલ. જે બન્ને દિવસ ભક્તોએ સવારથી સાંજ 5 વાગ્યા સુધી બેસીને લાભ લીધો હતો. બીજા દિવસે 5 વાગ્યે વેદ વિધિથી યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

દરોજ સાંજે 4 થી 5 વચનામૃત ગ્રંથરાજનું વાંચન દ્વારા અનુષ્ઠાન કરવામાં આવતું હતું અને ત્યાર બાદ વચનામૃતની અંદર આવતા કીર્તનોનું ગાન કરવામાં આવતું હતું. ત્યાર બાદ પૂ. ભગવદ્ચરણસ્વામી કથા દ્વારા ગ્રંથનો મહિમા સમજાવતા હતા ઉત્સવમાં બાળકો અને યુવાનોએ વચનામૃત નૃત્ય નાટિકા દ્વારા બધાને અભિભૂત કરી દીધા હતા.વચનામૃત ગ્રંથરાજનું ભાવ-પૂજન આરતી વગેરે ભવ્ય-દિવ્યતાથી થયું હતું. જેમાં બધા ભક્તોના વચનામૃતોનું પૂજન થયું હતું.અને 350 પાઉન્ડ સુકામેવથી વચનામૃતનો  અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તરાજ શ્રી નરેન્દ્રભાઈ પટેલે મુખ્ય સેવાનો લાભ લીધો હતો.

આ ઉત્સવમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર વચનામૃત ગ્રંથરાજની સુવર્ણ તુલા અને રજત તુલા રહી હતી. જેમાં શનિવારના વચનામૃત ગ્રંથરાજની રજત તુલા કરવામાં આવી હતી જેના મુખ્ય યજમાન શ્રી ઘનશ્યામભાઈ મીરાણી પરિવાર રહ્યો હતો.

રવિવારના વચનામૃત ગ્રંથરાજની સુવર્ણ તુલા કરવામાં  હતી જેના મુખ્ય યજમાન પદે  ભક્ત શ્રી જયભાઈ ધડુક પરિવાર એવં ડો. શ્રી પ્રકાશભાઈ પટેલ પરિવાર  રહ્યા હતા. સહ યજમાનમાં શ્રી બિમલભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પીપળીયા એવં શ્રી હસમુખભાઈ કકાણી પરિવારોએ લાભ લીધો હતો. 

આ બંને તુલામાં  ભક્તોએ ઉત્સાહથી લાભ લીધો હતો. અને વચનામૃત ગ્રંથરાજને સુવર્ણથી ઉંચા કરી લીધા હતા ત્યારે ભક્તોએ તાળીઓના ગગડાટ્થી બધા ભક્તોની આ ઉંચી ભાવનાને વધાવી લીધી હતી. છેલ્લે મહીલા ભકતો દ્વારા વચનામૃતનો અભિષેક-પૂજન અને નૃત્ય નાટક વગેરે દ્વારા મહિલા મંચ પણ યોજનો હતો.

આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવામાં શ્રી આનંદસ્વામીના માર્ગદર્શન અનુસાર ન્યુજર્સી નિવાસી ગુરુકુળ પરિવારના દરેક બાળકો ભાઈઓ બહેનોએ ઉત્સાહથી સેવા બજાવી હતી.તેવું શ્રી અંકુરભાઈ ભુવા - 347 533 3969 ના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(12:08 pm IST)