Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

વિદેશી નાગરિકોને ગેરકાયદેસર અમેરિકામાં ઘુસાડવાના આરોપસર ભારતીય મૂળના ભાવિન પટેલની ધરપકડઃ ૧૮ ડિસે. ૨૦૧૮ના રોજ કોર્ટમાં રજુ કરાશેઃ જો આરોપો પૂરવાર થાય તો ૧૦ વર્ષની જેલસજા થઇ શકે

ન્યુજર્સીઃ વિદેશી નાગરિકોને ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કરાવવાના આરોપસર ભારતીય મૂળના ૩૮ વર્ષીય ભાવિન પટેલની ધરપકડ થઇ છે.

ન્યુજર્સી એટર્નીએ સમાચાર સૂત્રોને જણાવ્યા મુજબ નાણાં લઇને આવા વિદેશી નાગરિકોને અમેરિકામાં ઘુસાડવા સહિતના જુદા-જુદા ૬ આરોપો તેના ઉપર લગાવાયા છે.

આરોપીની ૭ ડીસે.ના રોજ ધરપકડ કરાઇ છે. તેને ૧૮ ડીસે.ના રોજ કોર્ટમાં રજુ કરાશે. જો તેના ઉપરના આરોપો પુરવાર થાય તો તેને ૧૦ વર્ષની જેલસજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:32 pm IST)
  • ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનર્જીનું નિવેદન : ભાજપના અંતની શરૂઆત થઈ છે : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પરિણામોની ઝલક દેખાઈ હોવાનું જણાવતા બંગાળના મુખ્યમંત્રી access_time 6:04 pm IST

  • ચૂંટણીમાં ભાજપનું ખરાબ પ્રદર્શન તેના અહંકારનું પરિણામ :2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએની વિદાયના સંકેત :નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે પરિણામ પરથી જાણી શકાય કે લોકો સાંપ્રદાયિક તાકાતોમાં વિશ્વાસ કરતા નથી કારણે તે શાંતિ અને પ્રગતિ ઈચ્છે છે access_time 1:14 am IST

  • મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કમલનાથે રાતે 4 વાગ્યે પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી access_time 12:07 am IST