Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

'માનવ અધિકારોની રક્ષા કરો': જબરદસ્તી ધર્માંતરણ બંધ કરાવોઃ પાકિસ્તાનમાં શહીદ ભગતસિંહ સેવાદળના કાર્યકરોએ શીખો તથા લઘુમતિ કોમો ઉપર થતા અત્યાચારો વિરૂદ્ધ દેખાવો કર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ગઇકાલ સોમવારે શીખો તથા લઘુમતિ કોમો ઉપર આચરાઇ રહેલા અત્યાચારો વિરૂદ્ધ સરકાર સમક્ષ દેખાવો કરી આવેદનપત્ર અપાયુ હતુ. જેમાં દસ્તાવેજી પુરાવાઓ સહિત અત્યાચારની ઘટનાઓ દર્શાવાઇ હતી. તથા રક્ષણની માંગણી કરાઇ હતી.

આ દેખાવકારો પૈકી શહીદ ભગતસિંહ સેવાદળના કાર્યકરોએ 'માનવ અધિકારોની રક્ષા કરો', 'જબરદસ્તી ધર્માંતરણ બંધ કરો' શીખ કન્યાઓને બચાવો સહિતના પોસ્ટરો હાથમાં રાખી વિરોધ તથા આક્રોશ વ્યકત કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(6:29 pm IST)