Gujarati News

Gujarati News

News of Sunday, 10th December 2017

'' માર્શલ સ્કોલરશીપ ર૦૧૮ '' : બ્રિટીશ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે યુ.એસ.ના માર્શલ એઇડ કમિશન દ્વારા અપાતી સ્કોલરશીપ : ર૦૧૮ ની સાલ માટે પસંદ થયેલા ૪૩ સ્ટુડન્ટસમાં સ્થાન હાંસલ કરતા ૩ ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીઓ

ન્યુયોર્ક : યુ.એસ.માં માર્શલ સ્કોલરશીપ ર૦૧૮ માટે જાહેર કરાયેલા ૪૩ નામોમાં ૩ ઈન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું છે. જેઓ બ્રિટીશ યુનિવર્સિટીમાં સપ્ટે. ર૦૧૮ થી મ્યુઝીક તથા ડ્રામા કોર્સમાં જોડાશે.

૪ ડિસે. ના રોજ માર્શલ એઇડ કોમેમોરેશન કમિશન દ્વારા ઘોષિત કરાયેલા માર્શલ સ્કોલરશીપ ર૦૧૮ ના ૪૩ નામોમાં સ્થાન મેળવનાર ૩ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટમાં પ્રજ્ઞા નારખેડે, સુશ્રી રાજશેખર તથા મેઘના વાગવાલાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૬ દાયકાથી યુ.એસ. તથા યુ.કે. વચ્ચેના શૈક્ષણિક સંબંધો ગાઢ કરવા માટે માર્શલ સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના વિજેતાઓ બ્રિટીશ યુનિવર્સિટીઓના વિવિધ અભ્યાસક્રમદમાં સામેલ થાય છે.

(1:01 pm IST)