Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ન્યુયોર્કમાં ગ્રાન્ડ ગણેશ ચતુર્થીની ઉજવણીમાં હજારો લોકો જોડાયા : હિંદુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા સાથે કરાયેલી ઉજવણીમાં ન્યુયોર્ક મેયર એરિક એડમ્સ, ડેપ્યુટી કમિશનર શ્રી દિલીપ ચૌહાણ ,સ્ટેટ એસેમ્બલી મેમ્બર,કાઉન્સિલ મેમ્બર સહિતના મહાનુભાવોએ હાજરી આપી

ન્યુયોર્ક : ન્યુયોર્ક મેયર એરિક એડમ્સ, ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ, ન્યૂયોર્ક સ્ટેટ સેનેટર જોન લિયુ, ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી મેમ્બર ડેવિડ વેપ્રિન કાઉન્સિલ મેમ્બર લિન્ડા લી, સાન્ડ્રા ઉંગ, કાઉન્સિલ મેમ્બર શેખર કૃષ્ણન અને હજારો ઉપાસકોએ હિંદુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા સાથે ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં હાજરી આપી હતી.

 ન્યૂયોર્કમાં શ્રીનાથ એન્ટરપ્રાઇઝ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લશિંગમાં ગણેશ મંદિરની રથયાત્રા હજારો ભક્તો તેમજ ચૂંટાયેલા અધિકારીઓએ માણી હતી. “ફ્લશિંગમાં ઉત્તર અમેરિકાની હિંદુ ટેમ્પલ સોસાયટીમાં ભવ્ય ગણેશ રથયાત્રાનો ભાગ બનવાનો આવો ઉત્તમ અનુભવ. વિવિધતા એ આપણી તાકાત છે. #GaneshTempleStreet," દ્વારા તેવું ટ્વિટ કરાયું હતું.

આ તકે NYCના મેયર એરિક એડમ્સ અને ડેપ્યુટી કમિશનર શ્રી દિલીપ ચૌહાણનું મંદિરના પ્રમુખ ડૉ. ઉમા મૈસોરકર અને ટ્રસ્ટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

મેયર એરિક એડમને ટેમ્પલ પ્રિસ્ટ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

ઉજવણીમાં ડૉ. શીતલ દેસાઈ, આયોજક શ્રી સુહાગ મહેતા, ડેપ્યુટી કમિશનર શ્રી દિલીપ ચૌહાણ, મેયર એરિક એડમ્સ અને શ્રી હર્ષદ પટેલ  જોડાયા હતા.

NYCના મેયર એરિક એડમ્સ અને ડેપ્યુટી કમિશનર શ્રી દિલીપ ચૌહાણે ખાસ ગણેશ પૂજામાં ભાગ લીધો હતો

તેવું શ્રી સુહાગ મહેતા અને અલ શુનમુગમના ફોટો સૌજન્ય સાથે શ્રી રોઝ એન.વાય.ની યાદી જણાવે છે.

(7:49 pm IST)